જાણીતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોમ્યુનિટી એપ ટેલિગ્રામના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવની શનિવારે સાંજે ફ્રાન્સ પોલીસે પેરિસની નજીક ધરપકડ કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર 39 વર્ષીય ફ્રાન્કો-રશિયન બિલિયોનેર દુરોવ પોતાના પ્રાઈવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા હતાં ત્યારે આ કાર્યવાહી થઈ હતી.
ફ્રાન્સ પોલીસ ટેલિગ્રામ પર કન્ટેન્ટ મોડરેટરના અભાવની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોડરેટરના અભાવે મેસેજિંગ એપ્લિકેશન પર આતંકવાદી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને તેનો ત્રાસવાદીઓ પર ઉપયોગ કરી રહ્યાં છે. મીડિયા રીપોર્ટ આતંકી સંગઠન ISISએ 2015ના પેરિસ હુમલા માટે પોતાનો સંદેશ આપવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હતો.
રશિયામાં રહેતા બે ભાઈઓ પાવેલ દુરોવ અને નિકોલાઈ દુરોવે 2013માં ટેલિગ્રામની શરૂઆત કરી હતી. જોકે આ પછી 2014માં તેમણે દેશ છોડવો પડ્યો હતો. તેને લોન્ચ કરવાનો મુખ્ય હેતુ વિશ્વને એક સુરક્ષિત અને વિશ્વસનીય મેસેજિંગ એપ આપવાનો હતો. ફોર્બ્સ મુજબ દુરાવોની સંપત્તિ $15.5 બિલિયન હોવાનો અંદાજ છે.
રશિયન અને ફ્રેન્ચ મીડિયાના જણાવ્યા અનુસાર દુરોવ 2021માં ફ્રેન્ચ નાગરિક બન્યો હતો. તે 2017માં પોતાની જાતને અને ટેલિગ્રામને દુબઈ ગયો હતો.