U.S. January 20, 2025. REUTERS/Carlos Barria

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર, 20 જાન્યુઆરીએ  પદ સંભાળ્યાના થોડા કલાકો પછી અમેરિકામાં ઇમિગ્રેશન અને આશ્રય પર નવા આકરા પ્રતિબંધોની જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેઓ યુએસ-મેક્સિકો સરહદ પર સૈનિકો મોકલશે અને જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

ટ્રમ્પે દક્ષિણ સરહદ પર નેશનલ ઇમર્જન્સની  જાહેર કરી હતી અને અમેરિકામાં જન્મેલા કોઈપણ માટે યુએસ રાષ્ટ્રીયતાના અધિકારને રદબાતલ કરવાના વિવાદાસ્પદ આદેશની જાહેરાત કરી હતી. જોકે પ્રેસિડન્ટ સ્વીકાર્યું હતું કે યુએસ બંધારણમાં સમાવિષ્ટ અધિકારને ઉલટાવી દેવાના પગલાને સખત કાનૂની પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તે જરૂરી છે. અન્ય એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ટ્રમ્પે યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું કાયદેસર ઇમિગ્રેશનને યોગ્ય માનું છું.મને તે ગમે છે. અમને લોકોની જરૂર છે, અને હું તેની સાથે એકદમ ઠીક છું. અમે તે મેળવવા માંગીએ છીએ, પરંતુ ઇમિગ્રેશન કાયદેસર હોવું જોઇએ.

અગાઉ શપથગ્રહરણ પછીના પ્રથમ  ભાષણમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ “આપણા દેશ પરના વિનાશક આક્રમણને નિવારવા માટે યુએસ-મેક્સિકો સરહદ પર સૈનિકો મોકલશે.” તમામ ગેરકાયદેસર પ્રવેશને તરત જ અટકાવી દેવામાં આવશે, અને અમે લાખો ગુનાહિત એલિયન્સ જ્યાંથી તેઓ આવ્યા છે ત્યાં પાછા ફરવાની પ્રક્રિયા શરૂ કરીશું.

વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ અગાઉ જાહેરાત કરી હતી કે વહીવટીતંત્ર આશ્રય આપવાની પ્રથાને સમાપ્ત કરશે.

ટ્રમ્પ ઇફેક્ટને પગલે જો બાઇડન સરકારે શરણાર્થીઓ માટે ચાલુ કરેલી એપ ઓફલાઇન થઈ ગઈ હતી. ટ્રમ્પના મુખ્ય સલાહકાર અને જાણીતા ઇમિગ્રેશન કટ્ટરપંથી સ્ટીફન મિલરે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે દરવાજા બંધ થયા છે. અમેરિકામાં પ્રવેશ મેળવવા માંગતા તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટે હવે પાછા ફરવું પડશે. વહીવટીતંત્ર “રિમેઇન ઇન મેક્સિકોમાં” નીતિને પણ પુનઃસ્થાપિત કરશે. આ નિયમ હેઠળ, જે લોકો મેક્સિકન સરહદેથી અમેરિકામાં પ્રવેશવા માટે અરજી કરે છે તેઓ અરજી પર નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં.

LEAVE A REPLY