FILE- TATA CONSULTANCY SERVICE (TCS LOGO)

ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ તમિલનાડુમાં તાઈવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર કંપની પેગાટ્રોનનો તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં બહુમતી હિસ્સો ખરીદશે. ટાટા ગ્રુપની આ હિલચાલ દર્શાવે છે તે ભારતમાં આઇફોન એસેમ્બલ કરવાની તેની ક્ષમતામાં વધારો કરવા માગે છે.

આ સોદા મુજબ પ્લાન્ટનો 60 ટકા હિસ્સો ટાટા ગ્રુપ ખરીદશે અને બાકીનો હિસ્સો પેગાટ્રોન પાસે રહેશે. ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપની કંપની આ હિસ્સા માટે $150-200 મિલિયન ચૂકવી શકે છે.

ઉદ્યોગ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે એપલના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો પાસે હાલમાં લગભગ 40 મિલિયન આઇફોનના એસેમ્બલિંગની માસિક ક્ષમતા છે, જેમાંથી દર મહિને 30-35 મિલિયન યુનિટ બનાવવામાં આવે છે. એપલ તેની સપ્લાય ચેઇનનું ચીન બહાર વિસ્તરણ કરવા માંગે છે. આ સોદાને એપલનું સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવે છે.
પેગાટ્રોનની ઇન્ડિયા ફેક્ટરીમાં લગભગ 10,000 કર્મચારીઓ છે અને વાર્ષિક 5 મિલિયન આઇફોનનું ઉત્પાદન કરે છે.
ટાટા કર્ણાટકમાં પહેલેથી જ આઇફોન એસેમ્બલી પ્લાન્ટ ચલાવે છે, જે તેને ગયા વર્ષે તાઇવાનની વિસ્ટ્રોન પાસેથી ખરીદ્યો હતો, તમિલનાડુમાં હોસુરમાં બીજો પ્લાન્ટ સ્થાપી રહી છે. આ પ્લાન્ટમાં પેગાટ્રોન તેના સંયુક્ત સાહસ ભાગીદાર તરીકે ઉભરી શકે છે.ભારતમાં એપલના આઇફોન ઉત્પાદકોમાં ટાટા, પેગાટ્રોન અને ફોક્સકોનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY