નીથ પોર્ટ ટેલ્બોટ કાઉન્સિલની પ્લાનીંગ કમીટીએ પોર્ટ ટેલ્બોટમાં અત્યાધુનિક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ માટે ટાટા સ્ટીલ યુકેના પ્રસ્તાવોને મંજૂરી આપી છે.
ટાટા સ્ટીલ યુકેના સીઈઓ રાજેશ નાયરે જણાવ્યું હતું કે “પોર્ટ ટેલ્બોટમાં ટકાઉ સ્ટીલ નિર્માણ માટે મંજૂરી મેળવીને અમને ખૂબ આનંદ થાય છે. પડકારજનક વૈશ્વિક બજાર વચ્ચે, આ પ્રોજેક્ટ માટે આ મંજૂરી એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને અમે 2027ના અંતમાં શરૂ થનારા ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ થકી મોટા પાયે કામ શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ 1.25-બિલિયન પાઉન્ડનું રોકાણ યુકે સ્ટીલ ઉદ્યોગમાં દાયકાઓમાં કરવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ રોકાણ છે. આ નિર્માણ ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનને સુરક્ષિત કરશે અને હજારો નોકરીઓનું રક્ષણ કરશે.”
યુકે સરકારના £500 મિલિયન ભંડોળ દ્વારા સમર્થિત, આ રોકાણ ટાટા સ્ટીલ યુકેમાં 5,000 નોકરીઓ બચાવશે અને અગાઉના બ્લાસ્ટ ફર્નેસ-આધારિત સ્ટીલમેકિંગની તુલનામાં સ્થળ પર CO2 ઉત્સર્જનમાં 90% ઘટાડો કરશે – જે યુકેના કુલ સીધા CO2 ઉત્સર્જનના 1.5% જેટલું છે.
