ટ્રમ્પ વહીવટીતંત્રે ફાર્માસ્યુટિકલ નિકાસને ટેરિફમાંથી મુક્તિ આપી છે, જેનાથી ભારતના ફાર્મા ઉદ્યોગમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો હતો. ભારત ખાસ કરીને સસ્તી જેનેરિક દવાની અમેરિકામાં નિકાસ કરે છે. તેથી અમેરિકાના દર્દીઓને પણ સસ્તી દવાનો લાભ ચાલુ રહેશે.ભારતે ગયા નાણાકીય વર્ષમાં લગભગ $9 બિલિયન નિકાસ હતી. ગુરુવાર, 4 એપ્રિલે  ભારતીય દવા કંપનીઓના શેર લગભગ 5% વધ્યા હતાં, જ્યારે વ્યાપક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ના સેક્રેટરી જનરલ સુદર્શન જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય જાહેર આરોગ્ય, આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષામાં ખર્ચ-અસરકારક, જીવનરક્ષક જેનેરિક દવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં ફાર્માસ્યુટિકલ્સ આધારસ્તંભ છે, કારણ કે ભારત સસ્તી દવાઓનો સતત પુરવઠો સુનિશ્ચિત કરીને વૈશ્વિક અને યુએસ આરોગ્યસંભાળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ યુએસ નાગરિકોને દવાઓનો નોંધપાત્ર સપ્લાય પૂરો પાડે છે, 2022માં યુ.એસ.માં તમામમાંથી દસ પ્રિસ્ક્રિપ્શનોમાંથી ચાર ભારતીય કંપનીઓએ દવા પૂરી પાડી હતી.
ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય કંપનીઓની દવાઓથી 2022માં યુએસ હેલ્થકેર સિસ્ટમને 219 બિલિયન ડોલરની બચત થઈ હતી અને 2013 અને 2022 વચ્ચે કુલ 1.3 ટ્રિલિયન ડોલરની બચત થઈ હતી.

LEAVE A REPLY