સ્ટેફર્ડશાયર પોલીસે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ટેમવર્થમાં આવેલી હોલિડે ઇન એક્સપ્રેસ હોટલમાં ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ તોફાનોમાં એક પોલીસ અધિકારીનું હાડકુ તૂટી ગયું હોવાની શંકા છે. જો કે હોલિડે ઇન એક્સપ્રેસની અંદર કોઈને ઈજા થઈ નથી.
તોફાની લોકોએ હોટેલની બારીઓ તોડી નાખી આગ લગાવવા પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તોફાનોનો સામનો કરવા નજીકના ફોર્સના વધારાના અધિકારીઓને તૈયાર કરવામાં આવ્યા હતા.
આસીસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ સ્ટુઅર્ટ એલિસને હિંસાનો ઉલ્લેખ “ધિક્કારપાત્ર ગુંડાગીરી” તરીકે કરી કહ્યું હતું કે ‘’ટેમવર્થના અધિકારીઓએ “જબરદસ્ત હિંમત” બતાવી હતી. અમે સીસીટીવી, એર સપોર્ટ અને અમારા અધિકારીઓના બોડી કેમની વિડિયો ફૂટેજનો ઉપયોગ જવાબદારોને ઓળખવા અને તેમને સખત સજા કરાવવા માટે કરીશું.”
નગરની બહાર આવેલી હોલીડે ઇનનો ઉપયોગ વર્ષોથી એસાયલમ આશ્રય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.