તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન (ANI Photo)

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મારફત તમિલનાડુમાં હિન્દી ભાષા લાદવાના કેન્દ્ર સરકાર સાથેના વિવાદ વચ્ચે તમિલનાડુની ડીએમકે સરકારે 2025-26ના રાજ્યના બજેટના પ્રમોશનલ મટેરિયલમાંથી રૂપિયાનું પ્રતિક દૂર કરીને તમિલ શબ્દ લખતા મોટો વિવાદ ઊભો થયો હતો.

ડીએમકે નેતા સરવનન અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે આમાં કંઈ ગેરકાયદેસર નથી. આ કોઈ ‘શોડાઉન’ નથી. અમે તમિલને પ્રાથમિકતા આપીએ છીએ. તેથી જ સરકારે આ દિશામાં આગળ આગળ વધી છે.
રૂપિયાનું ચિહ્ન સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. દેશભરમાં રૂપિયાનું નવું ચિહ્ન જાહેર થયા બાદ, તમિલનાડુ એવું પહેલું રાજ્ય છે, જેને અલગ ચિહ્ન જારી કર્યું હતું.

તાજેતરમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને કહ્યું હતું કે સમગ્ર દેશમાં હિન્દી ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસોને કારણે પ્રાચીન ભાષાઓ લુપ્ત થઈ રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ ક્યારેય હિન્દીભાષી વિસ્તારો નહોતા. હવે તેમની મૂળ ભાષા ભૂતકાળનું પ્રતીક બની ગઈ છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રાજ્ય સરકારના આ નિર્ણયની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણયને મૂર્ખામીભર્યો છે. એક તમિલિયન અને ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્રએ રૂપિયાનું પ્રતીક ડિઝાઇન કર્યું છે.રૂપિયાનું પ્રતિક પ્રખ્યાત ડિઝાઇનર ઉદય કુમાર ધર્મલિંગમે ડિઝાઇન કર્યું છે, જેઓ તમિલનાડુના જ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે તમિલનાડુ સરકારે ₹ ના ચિહ્નને બદલીને તમિલ ઓળખને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

LEAVE A REPLY