REUTERS/Siphiwe Sibeko/File Photo
શ્રીલંકાના પ્રવાસ માટેની ભારતીય ટીમનું સુકાનીપદ બે ભાગમાં વહેંચાયુ છે. પસંદગીકારોએ ટી-20 માટે સૂર્યકુમાર યાદવની અને વન-ડે ઈન્ટરનેશનલ્સ માટે રોહિત શર્માની સુકાનીપદે પસંદગી કરી હતી. બન્ને ફોર્મેટમાં યુવા બેટર, ઓપનર શુભમન ગિલને ઉપસુકાનીપદ સોંપાયું હતું.
ભારત તાજેતરમાં જ ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું, તેમાં હાર્દિક પંડ્યા ઉપસુકાનીપદે હતો. રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હોવાથી એવું લાગતું હતું કે હાર્દિક પંડ્યાને ટી-20માં સુકાની બનાવાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ ધારણા ઊંધી પડી હતી અને સૂર્યકુમાર યાદવને સુકાનીપદ સોંપાયું છે.
શુભમન ગિલને બંને ફોર્મેટમાં ઉપસુકાનીપદ સોંપવાના નિર્ણય પરથી તેને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યો હોય તેવા સંકેત મળે છે. ગિલે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં સુકાનીપદ સંભાળ્યું હતું અને શ્રેણીમાં ભારતનો 4-1 થી વિજય થયો હતો.
બન્ને ફોર્મેટ માટેની ટીમમાં પણ થોડા ફેરફારો છે.
ટીમ આ મુજબ છેઃ
ટી-20: સૂર્યકુમાર યાદવ (સુકાની), શુભમન ગિલ (ઉપસુકાની), યશસ્વી જયસ્વાલ, રીંકુ સિંહ, રીયાન પરાગ, ઋષભ પંત (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, શિવમ્ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.
વન-ડે ઈન્ટરનેશનલ્સ:  રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ (ઉપસુકાની), વિરાટ કોહલી, લોકેશ રાહુલ (વિકેટ કીપર), ઋષભ પંત (વિકેટ કીપર), શ્રેયસ ઐયર, શિવમ્ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રીયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.

LEAVE A REPLY