અમેરિકામાં તાજેતરમાં દેશના સૌથી લોકપ્રિય રાજનેતા કોણ છે તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ અંગેનો ડેટા એક અમેરિકન પત્રકાર દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે સૌથી લોકપ્રિય રાજકારણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ નથી. જી. એલિયટ મોરિસે તેમની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, તેમણે છેલ્લા ત્રણ મહિનામાં યુગવ-ઇકોનોમિસ્ટ સર્વેના તમામ પ્રશ્નો એકત્રિત કરીને તેનો જવાબ શોધી કાઢ્યો છે, જેમાં મતદારો કોની તરફેણમાં છે અથવા 2028ની પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારો કોણ હોય શકે છે. મોરિસ ચૂંટણીના સર્વે અને તેના અનુમાનનું વિશ્લેષણ કરવા માટે જાણીતા છે. તેમને તેના તારણોમાં જણાયું હતું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ નહીં, પરંતુ સેનેટર બર્ની સેન્ડર્સ સૌથી લોકપ્રિય રાજનેતા છે, તેઓ પ્રથમ સ્થાને હતા. 46 ટકા વયસ્ક લોકોએ કહ્યું કે તેઓ સેન્ડર્સને સૌથી સ્વીકાર્ય માને છે અને 39 ટકા લોકો તેમને પસંદ કરતા નથી. હકીકતમાં, સેન્ડર્સ યુવાનો, ઓછી આવક ધરાવતા મતદારો, મધ્યમ વર્ગના લોકો, અપક્ષો, હિસ્પેનિક્સ, અશ્વેત મતદારો અને પુરુષોમાં પણ સ્પષ્ટ રીતે સ્વીકાર્ય છે.

LEAVE A REPLY