કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે કથિત ભડકાઉ કવિતાની ક્લિપ પોસ્ટ કરવા બદલ ગુજરાતમાં દાખલ કરાયેલી FIR રદ કરતાં સુપ્રીમ કોર્ટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણની જોરદાર હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે અદાલતોએ નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ માટે ઉત્સાપૂર્વક કામ કરવું જોઇએ.
૫૪ પાનાના ચુકાદામાં ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રતાપગઢી સામે પ્રથમ દૃષ્ટિએ કોઇ કેસ બનતો નથી. FIR ખૂબ જ યાંત્રિક કવાયત અને કાયદાની પ્રક્રિયાનો સ્પષ્ટ દુરુપયોગ હોવાનું જણાય છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વ્યક્તિઓ અથવા વ્યક્તિઓના જૂથો દ્વારા વિચારોની મુક્ત અભિવ્યક્તિ એ સ્વસ્થ અને સભ્ય સમાજનો અભિન્ન હિસ્સો છે. વિચારો અને મંતવ્યોની અભિવ્યક્તિની સ્વતંત્રતા વગર બંધારણની કલમ 21 હેઠળ ગેરંટી આપવામાં આવેલ ગૌરવપૂર્ણ જીવન જીવવું અશક્ય છે. સ્વસ્થ લોકશાહીમાં મંતવ્યો, વિચારો અને અભિપ્રાયોનો અલગ દ્રષ્ટિકોણથી સામનો કરવો જોઇએ. બીજાઓના વિચારોને ભલે મોટી સંખ્યામાં લોકો નાપસંદ કરે, આમ છતાં વ્યક્તિના વિચારો વ્યક્ત કરવાના અધિકારનું સન્માન અને રક્ષણ થવું જોઈએ. કવિતા, નાટક, ફિલ્મો, વ્યંગ અને કલા સહિતના સાહિત્ય માનવ જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે
