IMAGE VIA @WhiteHouse** (PTI Photo)

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે પૃથ્વીથી આશરે 260 માઇલ ઉપર આવેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી દિવાળીની શુભેચ્છા આપતો વીડિયો સંદેશ મોકલ્યો હતો તથા ભારતીય સમુદાયના યોગદાનને માન્યતા આપવા બદલ યુએસ પ્રમુખ જો બાઇડનનો આભાર માન્યો હતો.

NASAના અવકાશયાત્રીએ કહ્યું હતું કે “આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ ઉપર ISS પરથી દિવાળીની ઉજવણી કરવાની અનન્ય તક મળી છે. આ દિવસે, હું ખાસ કરીને મારા પિતા વિશે વિચારું છું, જેઓ ભારતમાંથી યુએસમાં સ્થળાંતરિત થયા હતાં. તેમણે અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને તેમના સાંસ્કૃતિક મૂળ જાળવી રાખ્યા હતા.”

આશરે એક મિનિટના વીડિયો સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે દિવાળી એ આનંદનો સમય છે. બહુસાંસ્કૃતિક પરિવારમાં ઉછેર કરવા બદલ હું મારા માતાપિતાની ખૂબ આભારી છું. માતા-પિતાએ અમને તકો શોધવા અને સ્ટાર્સ સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

LEAVE A REPLY