NASA/Handout via REUTERS FIlE PHOTO

નાસાએ બુધવારે જાહેરાત કરી હતી કે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું પૃથ્વી પર પાછા ફરવામાં ઓછામાં ઓછા માર્ચ 2025ના અંત સુધી વધુ વિલંબ થશે.વિલિયમ્સ અને વિલમોર અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ સાથે ચાર સભ્યોના ક્રૂ -10 મિશન સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી પૃથ્વી પર પાછા ફરશે.

સુનીતા વિલિયમ્સ અને સહ અવકાશયાત્રી બૂચ વિલ્મોર આ વર્ષના જૂન મહિનાથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. અગાઉ તે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત ફરવાના હતા. જોકે, નાસાએ મંગળવારે જણાવ્યું હતું કે તેમને પાછા લાવવાનું મિશન વધુ વિલંબિત થશે. હવે તેઓએ ઓછામાં ઓછા માર્ચના અંત સુધી ત્યાં રહેવું પડશે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂનમાં બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ISS પર પહોંચ્યા હતાં.

આ મિશન માત્ર આઠ દિવસ માટે હતું પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેમનું પરત ફરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે નાસાએ એક બ્લોગ પોસ્ટમાં પરત ફરવાની વધુ રાહ વિશે માહિતી શેર કરી છે જે મુજબ આઠ દિવસનું આ મિશન 9 મહિનાથી વધુ લંબાઈ ગયું છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત કરવા માટે બીજું યાન અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ક્રૂ-9 ના બે અવકાશયાત્રીઓ સપ્ટેમ્બરમાં ડ્રેગન અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા હતા. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર માટે બે બેઠકો ખાલી હતી. પ્લાન એવો હતો કે ચારેય ફેબ્રુઆરી 2025માં ધરતી પર પરત ફરશે. જો કે, નાસાએ મંગળવારે જણાવ્યું હતું કે ક્રૂ -10, જે ક્રૂ -9 અને તે બે અવકાશયાત્રીઓને લઈ જશે. પરંતું તે માર્ચ 2025 પહેલા લોન્ચ કરી શકાશે નહીં.

LEAVE A REPLY