અમેરિકાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને  હાલ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ઈમરજન્સી આશ્રય લેવાની ફરજ પડી છે. અવકાશના ફરી રહેલા કાટમાળથી તેમના અવકાશમથકને નુકશાન પહોંચવાની શક્યતાને કારણે આ ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો.
નાસાને સ્પેસ સ્ટેશનની નજીકની ઊંચાઈએ સેટેલાઇટ તૂટી પડવાની જાણ કરવામાં આવી, ત્યાર બાદ ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. સાવચેતીના પગલા તરીકે, મિશન કંટ્રોલે તમામ ક્રૂ સભ્યોને તેમના સંબંધિત અવકાશયાનમાં આશ્રય લેવાની સૂચના આપી હતી. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, જેઓ 5 જૂનથી ISS પર સવાર હતા, તેમને સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં આશરો લેવાની ફરજ પડી હતી.
અવકાશયાત્રીઓ શેલ્ટરમાં હતા ત્યારે લગભગ એક કલાક સુધી, મિશન કંટ્રોલે કાટમાળના ભ્રમણ માર્ગનું નજીકથી નિરીક્ષણ કર્યું. ખતરાની સંભાવના ખતમ થઇ જતા, ક્રૂને તેમના અવકાશયાનમાંથી બહાર નીકળવા અને સ્ટેશન પર સામાન્ય કામગીરી ફરી શરૂ કરવા માટે સ્પષ્ટતા આપવામાં આવી હતી.
આ ઘટનાને કારણે અવકાશમાં ફરી રહેલા તૂટી પડેલા સેટેલાઈટમાં કાટમાળનાની સમસ્યા અને ભ્રમણકક્ષામાં કામગીરી દરમિયાન સલામતી પ્રોટોકોલ અંગે ચર્ચા શરુ થઇ છે. કટોકટીની પરિસ્થિતિઓમાં સ્ટારલાઇનરનો સંભવિત લાઇફબોટ તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા અંગે પણ વિચારણા થઇ છે.

LEAVE A REPLY