તોફાની ટોળાએ શુક્રવારે સન્ડરલેન્ડમાં એક મસ્જિદને નિશાન બનાવી હતી અને પોલીસ સ્ટેશનને અડીને આવેલી પ્રોપર્ટીને આગ લગાડી હતી. નોર્થમ્બ્રિયા પોલીસે હિંસક અવ્યવસ્થા અને ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ માટે આઠ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ પોલીસ અધિકારીઓને ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સન્ડરલેન્ડ ખાતે થયેલા તોફાનો વખતે કેટલાક વિરોધીઓ ઇંગ્લેન્ડના ધ્વજમાં લપેટાયેલા હતા અને શુક્રવારે રાત્રે થયેલી અથડામણ દરમિયાન રોબિન્સનના સમર્થનમાં નારા સંભળાયા હતા.