2024ની સામાન્ય ચૂંટણીની ઝુંબેશ તેની પરાકાષ્ઠાએ પહોંચી છે ત્યારે તા. 1 જુલાઇના રોજ  લોર્ડ ઝમીર ચૌધરી અને હૈદર ચૌધરીનીની માલીકીના સ્ટોક-ઓન-ટ્રેન્ટ ખાતે આવેલા બેસ્ટવે હેલ્થકેર સર્વિસ સેન્ટર (HSC) ડેપોમાં વડા પ્રધાન ઋષિ સુનકનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુનકે જણાવ્યું હતું કે ‘’બેસ્ટવે ગ્રૂપ દ્વારા મલ્ટિ-ચેનલ સાઇટ પર કરવામાં આવેલા નોંધપાત્ર રોકાણના પરિણામોને પ્રથમ નજરે જોવા માટે ઉત્સુક છું, જે હવે દરરોજ 760 થી વધુ વેલ ફાર્મસીઓ અને 5,000થી વધુ ઇન્ડિપેન્ડન્ટ ફાર્મસીઓ સુધી દવાઓ પહોંચાડે છે. આ ઉપરાંત આજ સ્થળે બેસ્ટવેની ઓનલાઈન ડિજિટલ હાઉસિંગ ફાર્મસી, ઓનલાઈન ઓટીસી શોપ, સેન્ટ્રલાઇઝ્ડ સ્ક્રિપ્ટ ફૂલફીલમેન્ટ સેન્ટર અને લગભગ 1

0 મિલિયન પેકનો સ્ટોક સંગ્રહીત કરાયો છે.’’

વડાપ્રધાન ઓટોમેશન અને નવીનતાના સ્તરોથી પ્રભાવિત થયા હતા જેણે HSCને સફળ ઓપરેટિંગ મોડલ બનાવ્યું છે. સાઇટના પ્રવાસ પછી, સાથીદારોને પ્રશ્ન અને જવાબના સત્રમાં PM સાથે જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ફાર્મસી માટે ભંડોળની યોજના વિશે વાત કરાતા ફાર્માસિસ્ટના પરિવારમાંથી આવતા સુનકે કોમ્યુનિટી ફાર્મસીના મૂલ્ય વિશેના તેમના પોતાના અનુભવ વિશે વાત કરી હતી અને પોતે તેમની યુવાનીનો મોટાભાગનો સમય પરિવારને પ્રિસ્ક્રિપ્શન ડિલિવરીમાં મદદ કરવામાં વિતાવતા હોવાનું જણાવ્યું હતું. તેમણે ફાર્મસી ફર્સ્ટ પ્રોગ્રામના વિસ્તરણ માટે તેમનો ટેકો વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY