ભારતની સૌથી ફાર્મા કંપની સન ફાર્મા નાસ્ડેક-લિસ્ટેડ ટાર્ગેટેડ ઓન્કોલોજી કંપની ચેકપોઇન્ટ થેરાપ્યુટિક્સ $355 મિલિયન (આશરે રૂ.3,000 કરોડમાં ખરીદશે.
આ અંગેની જાહેરાત કરતાં સન ફાર્માએ જણાવ્યું હતું કે ચેકપોઈન્ટ ચેકપોઈન્ટ અમેરિકામાં નાસ્ડેક લિસ્ટેડ કોમર્શિયલ-સ્ટેજ કંપની છે, જે સોલિડ ટ્યૂમર કેન્સરના દર્દીઓ માટે અનોખી સારવાર ડેવલપ કરવા પર ફોકસ કરે છે. બન્ને વચ્ચે થયેલા કરાર મુજબ સન ફાર્મા ચેકપોઈન્ટના કોમન સ્ટોકના શેરદીઠ 4.10 ડોલર અપફ્રન્ટ ચૂકવણી કરશે જેનું કુલ મૂલ્ય 35.5 કરોડ ડોલર થાય છે.
સન ફાર્માના સીએમડી દિલીપ સંઘવીએ જણાવ્યું હતું કે, “અદ્યતન ત્વચાના સ્ક્વામસ સેલ કાર્સિનોમા માટે FDA-મંજૂર એન્ટિ-PD-L1 સારવાર UNLOXCYTની પણ ખરીદી કરાશે. સન ફાર્મા વૈશ્વિક હાજરી ધરાવતી હોય હોવાથી દર્દીઓને દર્દીઓ માટે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ, નવી સારવાર સિસ્ટમ મળશે. આ એક્વિઝન ઓન્કો-ડર્મ થેરાપીમાં અમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે.
