(Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

ટાટા ગ્રૂપ અને સમરવિલે કોલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સ્વર્ગસ્થ રતન ટાટાના સન્માનમાં  એક સીમાચિહ્ન બિલ્ડીંગનું નિર્માણ કરવા માટે સહયોગની સોમવાર, 21 ઓક્ટોબરે જાહેરાત કરી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના નવા રેડક્લિફ ઓબ્ઝર્વેટરી ક્વાર્ટરના કેન્દ્રમાં સ્પ્રિંગ 2025માં નિર્માણકાર્ય ચાલુ થશે. આ બિલ્ડીંગમાં નવા સેમિનાર રૂમ અને ઓફિસો હશે. ટાટા બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બ્લાવાટનિક સ્કૂલ ઓફ ગવર્નમેન્ટની સામે હશે

ટાટા ગ્રુપ અને સમરવિલે કોલેજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગને રતન ટાટા બિલ્ડીંગ નામ આપવામાં આવશે. તે સમરવિલેના શિક્ષણ અને અધ્યયનની જગ્યાને વિસ્તૃત કરવા, વૈશ્વિક પ્રભાવ સાથે સંશોધનને ટેકો આપવા તથા પર્યાવરણલીક્ષી અને દૂરંદેશી એકેડેમિક કમ્યુનિટીના વિઝનને સાકાર કરવાની એક તક રજૂ કરશે.

નિવેદનમાં જણાવ્યા મુજબ જીવનભર પરોપકારી અને માનવતાવાદી કાર્યોનું બહુમાન કરવા માટે આ બિલ્ડિંગનું નામ રતન ટાટા રાખવાનો નિર્ણય થોડા સમય અગાઉ થયો હતો, પરંતુ તેમના અવસાનથી આ કાયમી શ્રદ્ધાંજલિ વધુ અર્થપૂર્ણ બનશે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે રતન ટાટાના ભારત માટેના વિઝનમા રીસર્ચ તથા વિકાસ અને સમૃદ્ધિનું સમાન મહત્ત્વ હતું. સમરવિલે કૉલેજ સાથેની આ ભાગીદારી  ટાટાના મૂલ્યોને શ્રદ્ધાંજલિ છે. તેમના નામની ઇમારત સંશોધન માટેનું ઘર હશે.

સમરવિલે કોલેજના પ્રિન્સિપાલ બેરોનેસ રોયલે જણાવ્યું હતું કે આ ઇમારત છેલ્લા એક દાયકામાં ઘણી બધી વાતચીતો, આશાઓ અને સપનાઓ તથા ટાટા સાથેના અમારા લાંબા જોડાણનું એક મીઠું ફળ છે.”

 

 

LEAVE A REPLY