સમરસેટના બ્રિજવોટર ખાતે રહેતા અમીનાન રહેમાનને 3 જુલાઈના રોજ ઓલ્ડ બેઈલી ખાતે એક મહિના સુધી ચાલેલી ટ્રાયલ બાદ 24 વર્ષીય સુમા બેગમની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

ડીટેક્ટીવ્સે મહત્વપૂર્ણ વિડિઓ કૉલ ડાઉનલોડ કર્યા પછી રહેમાને પત્નીની હત્યા કરી હોવાનું સાબિત કર્યું હતું અને પછી તેણે હત્યાના ગુનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

યુનાઈટેડ આરબ અમીરાતમાં રહેતા એક વ્યક્તિ સાથે સુમાને સંબંધો હોવાની શંકાના આધારે રહેમાને તેની હત્યા કરી હતી. રહેમાને પત્નીના પ્રેમીને વીડિયો કોલ કરી સુમાના ગળા પર હાથ નાખીને ધમકી આપતો હોય તેવું બતાવ્યું હતું. તેણે “ચીસોના અવાજો” સાંભળ્યા પછી વિડિયો ફોન કાપી નાંખતા રહેમાને ફરી પાછો ફોન કરી કહ્યું હતું કે તેણે સુમાની હત્યા કરી છે અને તેણીને જમીન પર બેભાન બતાવી હતી.

રહેમાને પત્ની સુમાના મૃતદેહને સૂટકેસમાં પેક કરી નદીમાં ફેંકી દીધી હતી. સુમાનો મૃતદેહ 10 મે 2023 ના રોજ થેમ્સમીડમાં નદીના કિનારેથી મળી આવ્યો હતો. રહેમાનને બુધવાર, 31 જુલાઈએ ઓલ્ડ બેઈલી ખાતે સજા સંભળાવવાની છે.

LEAVE A REPLY