રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના ડૉક્ટરે ગુરુવાર, 23 જાન્યુઆરીએ દવાનો ઓવરડોઝ લઈ કથિત આપઘાત કરતાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાતના કારણોની તપાસ ચાલુ કરી હતી.
રાજકોટના કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક પાસે આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિક ડૉ.જય પટેલે દવાનો ઓવરડોઝ લઈને કથિત આપઘાત કર્યો હતો. ડૉ.જય પટેલે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી હતી અને તેમાં જણાવ્યું હતું કે માતા-પિતાને નહીં પણ આ બનાવ અંગે પહેલા જીજાજીને જાણ કરજો. પોલીસે સુસાઈડ નોટ મેળવીને ડૉક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
મીડિયા રીપોર્ટ મુજબ ડૉ.જય પટેલનો તેમની પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. જેથી ઘરકંકાસથી કંટાળીને ડૉક્ટરે આવું પગલું ભર્યું હોવાની શક્યતા છે.