‘આઘાતગ્રસ્ત’ પક્ષે તેની ઐતિહાસિક ચૂંટણી હાર અંગેનું સત્ય અને તેમની પ્રામાણિકતા સાંભળવા માંગતો ન હોવાથી પોતે ટોરી નેતાગીરીની હરીફાઈમાંથી બહાર નીકળી ગયા હતા એમ સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું. સુએલા બ્રેવરમેનના રેસમાંથી ખસી જવાના નિર્ણયથી રોબર્ટ જેનરિકને ફાયદો થવાની સંભાવના છે એમ રાજકીય નિરીક્ષકો કહે છે.
ભૂતપૂર્વ હોમ સેક્રેટરી બ્રેવરમેને ધ ટેલિગ્રાફ માટેના એક વિશિષ્ટ લેખમાં કહ્યું હતું કે “મોટા ભાગના સાંસદો મારી સાથે અસંમત હોય ત્યારે ટોરી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે દોડવું તેનો કોઈ અર્થ નથી. આઘાતગ્રસ્ત પક્ષ આ વાતોને મોટેથી સાંભળવા માંગતો નથી. પક્ષનું એકંદર નુકસાન અનુમાનિત, અટકાવી શકાય તેવું, લાયક હતું અને હજુ સુધી તેને સંબોધિત કરાયું નથી. આ હાર ટોરીઝ દ્વારા ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરમાં ઘટાડો કરવા, ટેક્સ ઘટાડવાના તેના વચનો પાળવામાં નિષ્ફળતાના કારણે છે. આ સત્યોને જે કોઇ પાર્ટીનું નેતૃત્વ કરશે તેણે સ્વીકારવાની જરૂર છે.’’
શ્રીમતી બ્રેવરમેને તેણીની ફરહમ અને વોટરલૂ સીટ 6,000થી વધુની બહુમતી સાથે જીતી હતી.