ANI Photo/Sansad TV)

ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ઇકોનોમિક સર્વેમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગને અને નિકાસને વેગ આપવા બેઇજિંગ પાસેથી સીધા વિદેશી રોકાણ (FDI)ની મજબૂત જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. અમેરિકા અને યુરોપ તેમના બેઝને ચીનથી દૂર ખસેડી રહ્યા હોવાથી, ચીનની કંપનીઓ ભારતમાં રોકાણ કરે અને પછી પડોશી દેશમાંથી આયાત કરવાને બદલે આ બજારોમાં પ્રોડક્સની નિકાસ કરે તે વધુ અસરકારક છે.

સરવેમાં જણાવ્યા અનુસાર ‘ચાઇના પ્લસ વન વ્યૂહરચના’થી લાભ મેળવવા માટે ભારત પાસે બે વિકલ્પો છે. તેમાં ચીનની સપ્લાય ચેઇન સાથે સંકલન અથવા ચીનમાંથી એફડીઆઈને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. આ વિકલ્પોમાં યુ.એસ.માં ભારતની નિકાસને વધારવા માટે ચીનમાંથી FDI પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ આશાસ્પદ લાગે છે. ભૂતકાળમાં પૂર્વ એશિયનના દેશોએ આવું કર્યું હતું. તદુપરાંત ચાઇના પ્લસ વન વ્યૂહરચના’નો લાભ મેળવવાની વ્યૂહરચના તરીકે એફડીઆઈને પસંદ કરવું એ વેપાર પર આધાર રાખવા કરતાં વધુ ફાયદાકારક લાગે છે. તેનું કારણ એ છે કે ભારત ચીનમાંથી મોટાપાયે આયાત કરે છે અને ચીન સાથેની વેપાર ખાધ વધી રહી છે. ચીનમાંથી સીધા વિદેશી રોકાણના પ્રવાહમાં વધારાથી ભારતની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભાગીદારી વધારવામાં અને નિકાસને વધારવામાં મદદ કરી શકે છે.

 

LEAVE A REPLY