India's GDP growth is expected to slow to 7% this year
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
યુકેના આર્થિક ઉત્પાદનમાં મે મહિનામાં ધારણા કરતાં વધુ સારો વધારો થયો હતો. ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર ડેટા મુજબ મે મહિનામાં યુકેની જીડીપીમાં 0.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી, જે એપ્રિલ મહિનામાં લગભગ સ્થિર હતી. મોટાભાગના આર્થિક એનાલિસ્ટ્સને અંદાજ હતો કે મે મહિનામાં ઇકોનોમીમાં માત્ર 0.2 ટકા વધારો થશે. મજબૂત આર્થિક ડેટા નવી સ્ટાર્મર સરકાર માટે સારા સંકેત છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના ડાયરેક્ટર લીઝ મેકીઓને જણાવ્યું હતું કે યુકેના અર્થતંત્રમાં તમામ મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી છે. ઘણા રિટેલરો અને હોલસેલર્સ માટે મે મહિનો સારો રહ્યો હતો. આ બંને ક્ષેત્રમાં એપ્રિલના નબળા વેચાણ પછી રિકવરી આવી છે. તાજેતરની નરમાઇ પછી કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં એક વર્ષનો સૌથી ઊંચો ગ્રોથ જોવા મળ્યો હતો. હાઉસબિલ્ડિંગ અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને આ ઉદ્યોગને વેગ મળ્યો હતો. આર્થિક વૃદ્ધિ માટે સર્વિસ ક્ષેત્ર મુખ્ય ચાલકબળ રહ્યું હતું.
માસિક ધોરણે ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં અનુક્રમે 0.2 ટકા અને 0.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી, જે અંદાજ મુજબ છે.ગુરુવારના મજબૂત આર્થિક ડેટા પછી બ્રિટનના નવા નાણા પ્રધાન રશેલ રીવસે જણાવ્યું હતું કે, “આર્થિક વૃદ્ધિ એ અમારું રાષ્ટ્રીય મિશન છે, અને અમારી પાસે બગાડવા માટે એક મિનિટ પણ નથી. નેશનલ રિન્યુઅલના દાયકાનો પ્રારંભ થયો છે અને અમે હજુ શરૂઆત કરી રહ્યાં છે.

LEAVE A REPLY