(ANI Photo)

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મંગળવારે રાત્રે કોટડા-જડોદરા ખાતે ભગવાન ગણપતિના પંડાલ પર પથ્થરમારાની ઘટના બનતા કોમી તંગદિલી ફેલાઈ હતી. પોલીસે ગણેશજીની મૂર્તિ ખંડિત કરવા અને નજીકના મંદિરમાં મુસ્લિમોને ઝંડો ફરકાવવા બદલ ત્રણ સગીર સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. અગાઉ સુરતમાં પણ ગણેશોત્સવ દરમિયાન આવી ઘટના બની હતી અને સરકારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે જડોદરમાં બનેલી આ ઘટનો કેસ નોંધીને પોલીસે 8 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો હતો અને 7 લોકોની ધરપકડ કરી લીધી હતી. પથ્થરમારો કરનારા અસમાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. ગત રાત્રિથી પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત કરાઈ હતી અને કચ્છની શાંતિ ડહોળનાર તોફાની તત્વોને પગલાં લેવાની જાહેરાત કરી હતી. લોકોએ ખોટી અફવા ફેલાવવી નહીં અને કોઈની ધાર્મિક ભાવનાઓનેને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી અને ઉશ્કેરણી જનક મેસેજ ન કરવા માટે પણ પોલીસે અપીલ કરી હતી.

 

LEAVE A REPLY