ગુજરાતના રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  તેઓ ગાંધીનગર સ્થિત તેમના ઘરે ચા-નાસ્તો કરી રહ્યા હતાં ત્યારે અચાનક તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ 70 વર્ષીય ભીખુસિંહને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. રાજકીય જીવનમાં પરમારે સરપંચથી લઈને રાજ્ય સરકારમાં પ્રધાન સુધીની લાંબી અને સંઘર્ષભરી જિંદગીની સફર કરી છે.

એમઆરઆઈ સ્કેન કરાવ્યા બાદ તેમને વધુ સારવાર માટે તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.ભીખુસિંહ પરમાર ગુજરાત સરકાર રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે.

ભીખુસિંહ પરમાર 1995માં પ્રથમવાર મોડાસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં પણ તેમની હાર થઈ હતી.  ભાજપે 2017ની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ભીખુસિંહ પરમારને ટિકિટ આપી હતી, જો કે 1640 વોટના અંતરે હારી ગયા હતા. આ પછી ભાજપે ફરી ભીખુસિંહને જ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ વખતે તેઓ જીતીને 27 વર્ષની રાજકીય સફરમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતાં

LEAVE A REPLY