એક પતિ, પિતા તથા દેશના ચિફ પ્રોસિક્યુટર રહી ચૂકેલા સર કેર સ્ટાર્મરની આખી કારકિર્દી એવા લોકોને ન્યાય અપાવવામાં ખપી ગઇ છે જેમને ન્યાયની જરૂર છે. તેમને 2014માં સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II દ્વારા કાયદા અને ફોજદારી ન્યાયની સેવાઓ માટે નાઈટનો ખિતાબ એનાયત કરાયો હતો.

કેર સરેમાં ઓક્સ્ટેડ ટાઉનમાં ઉછર્યા હતા અને તેમના પિતા ફેક્ટરીમાં ટૂલમેકર તરીકે કામ કરતા હતા જ્યારે માતા NHSમાં નર્સ હતા. ઘણા પરિવારોની જેમ, તેમણે પણ પડકારોનો સામનો કર્યો હતો. તેમની માતાએ આખા જીવન દરમિયાન એક દુર્લભ, ગંભીર બીમારીનો સામનો કર્યો હતો અને કેરનું બાળપણ માતાને હોસ્પિટલમાં જતા જોઈને વિતાવ્યું હતું. માંદગી હોવા છતાં માતાની હિંમત અને તેમના જીવન જીવવાના નિર્ધારથી કેર ખૂબ પ્રભાવિત થયા હતા અને તેથી જ તેઓ એનએચએસ માટે ઊંડો આભાર વ્યક્ત કરે છે.

કારકિર્દીનો મોટાભાગનો સમય તેમણે કાનૂની વ્યવસાયમાં વિતાવ્યો હતો. તેઓ 52 વર્ષની વયે, 2015માં પ્રથમ વખત હોલબર્ન અને સેન્ટ પેનક્રાસના એમપી તરીકે લેબરના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યાં તેઓ પરિવાર સાથે ઘણા વર્ષોથી રહે છે. તેઓ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા માટેના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ (2016-2020) અને શેડો ઈમિગ્રેશન મિનિસ્ટર (2015-2016) તરીકે સેવા આપી ચૂક્યા છે. એપ્રિલ 2020માં તેમને લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

તેઓ શાળામાં 11-પ્લસ પરિક્ષામાં સખત મહેનત કરી પાસ થયા બાદ સ્થાનિક ગ્રામર સ્કૂલમાં ભણ્યા હતા અને લૉનો અભ્યાસ કરવા માટે લીડ્ઝ યુનિવર્સિટી ગયા હતા. તેમના પરિવારમાં યુનિવર્સિટીમાં જનારા પ્રથમ વ્યક્તિ હતા.

કેરે 1987માં બેરિસ્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને પોતાનો ઘણો સમય શક્તિશાળી લોકો સામે સામાન્ય લોકોને બચાવવા મફત કાનૂની સલાહ આપવામાં વિતાવ્યો હતો. શેલ અને મેકડોનાલ્ડ્સ સાથેના મતભેદો સામે લડતા કેટલાક હાઈ-પ્રોફાઈલ કેસ પર કામ કર્યું હતું તેમજ નેશનલ યુનિયન ઓફ માઈનવર્કર્સ સાથે કામ કર્યું હતું.

તે પછી, કેર પાંચ વર્ષ સુધી નોર્ધર્ન આયર્લેન્ડ પોલીસિંગ બોર્ડના કાનૂની સલાહકાર હતા. ગુડ ફ્રાઈડે કરારને પગલે સમુદાયોને એકસાથે લાવવા માટે બોર્ડ મહત્વનો ભાગ હતો. તેઓ આ સમય દરમિયાન પત્ની વિક્ટોરિયાને મળ્યા હતા જે હવે NHS માટે કામ કરે છે. તેમણે 2007માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે.

2008માં, કેર ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન બન્યા હતા અને તેમને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ અને તેના હજારો કર્મચારીઓના વડા તરીકે મૂકવામાં આવ્યા હતા. સીપીએસની કામ કરવાની રીત બદલવા, મહત્વના કેસો જોવામાં, સ્ટીફન લોરેન્સના હત્યારાઓને સજા, જાતીય અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોને વધુ સારી સહાય માટે માર્ગદર્શન બદલવામાં અને ખર્ચના દુરુપયોગ બદલ સાંસદો સામે કાર્યવાહી કરવામાં અગ્રેસર રહ્યા હતા

માનવાધિકારના વકીલ તરીકે મૃત્યુદંડ પામનાર લોકોનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને ગુડ ફ્રાઈડે કરાર અંતર્ગત નોર્ધર્ન આયર્લૅન્ડ પોલીસ બોર્ડની સ્થાપના કરવા સુધીની મદદ તેમણે પોતાના પદ પર રહીને કરી હતી.

કેર ફૂટબોલના શોખિન છે અને હજુ પણ દર રવિવારે મિત્રો સાથે રમે છે. તેઓ આર્સેનલના ચાહક છે અને એમીરેટ્સની સિઝન ટિકિટ ધરાવે છે, જ્યાં તેઓ બાળકો સાથે હાજરી આપે છે.

LEAVE A REPLY