Tories take a beating in local council elections
Sir Keir Starmer (Photo by Ian Forsyth/Getty Images)

ચૂંટણીઓ બાદ તા. 17 જુલાઈના રોજ સંસદનું સ્ટેટ ઓપનીંગ સુનિશ્ચિત કરવામાં આવશે અને મહારાજા ચાર્લ્સના ભાષણ બાદ કેર સ્ટાર્મરની આગેવાની હેઠળની સરકાર સંસદીય કેલેન્ડરની આગળની યોજનાઓ રજૂ કરશે.

સ્ટાર્મર, તે દરમિયાન, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) સમિટ માટે બ્રિટીશ વડા પ્રધાન તરીકે વોશિંગ્ટનમાં તેમના પ્રથમ વિદેશી પ્રવાસે જનાર છે. જોકે તે પહેલા યુકેના વિવિધ ભાગોમાં ફરશે.

બ્રિટિશ ભારતીય કલ્ચરલ સેક્રેટરી લિસા નંદી સહિત વિક્રમી સંખ્યામાં નવનિયુક્ત મહિલા મંત્રીઓ સાથેની કેબિનેટ બેઠક મંગળવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાઇ હતી.

ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી જર્મની, પોલેન્ડ અને સ્વીડનની ઉતાવળે આયોજિત મુલાકાતે ગયા છે. ચાન્સેલર રશેલ રીવ્સે સોમવારે તેણીનું પ્રથમ નીતિગત ભાષણ આપ્યું હતું, જેમાં અર્થતંત્રને ફરીથી વૃદ્ધિ આપવા સુધારાના આયોજન જેવા પગલાંનું વચન આપ્યું હતું.

LEAVE A REPLY