વડા પ્રધાન કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચાર્જ સંભાળ્યા પછી તેમના પ્રીમિયરશિપના પ્રથમ મુખ્ય ભાષણમાં ડાઉનિંગ સ્ટ્રીટના રોઝ ગાર્ડન ખાતે ઑક્ટોબરના બજેટમાં આકરા વેરાઓનો પ્રથમ સંકેત આપ્યો હતો અને સ્વીકાર્યું હતું કે સરકારે “અપ્રિય” નિર્ણયો લેવા પડશે.
તા. 27ના રોજ એપ્રેન્ટિસ, મેડિક્સ અને અન્ય પ્રોફેશનલ્સના મેળાવડા પહેલાં આપેલા ભાષણમાં, સ્ટાર્મરે જાહેર કર્યું હતું કે અગાઉના કન્ઝર્વેટિવ પાર્ટીના શાસન દ્વારા જાહેર નાણાંની સ્થિતિ લેબર સરકારની અપેક્ષા કરતાં ઘણી ખરાબ સ્થિતિમાં છે અને મારુ કામ હવે લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની પીડા સહન કરવાનું હશે.’’
સ્ટાર્મરે કહ્યું હતું કે “30 ઓક્ટોબરના રોજ નિર્ધારિત પાનખર બજેટ બજેટ આવી રહ્યું છે અને તે પીડાદાયક હશે. અમે જે સ્થિતિમાં છીએ તે જોતાં અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મેં વચન આપ્યું હતું કે આ સરકાર તમારા જેવા લોકોની સેવા કરશે. એપ્રેન્ટિસ, શિક્ષકો, નર્સો, નાના વેપારીઓ, ફાયરફાઇટર્સ દરરોજ આપણા સમુદાય અને આપણા દેશની સેવા કરે છે. બાબતો અલગ રીતે કરવી પડશે. અમે 14 વર્ષના સડાને જડમૂળથી ઉખેડી નાખવા, એક દાયકાના પતનને ઉલટાવી દેવા અને પાયાને ઠીક કરવા માટે સખત મહેનત કરીશું. અમે કાયદો રજૂ કરીશું અને કરદાતાઓના નાણાંની સુરક્ષા માટે નિર્ણયો લઈશું.’’
ફાર રાઇટ્સ રાયટ્સ અંગે સ્ટારમેરે જણાવ્યું હતું કે ‘’ગરબડને સાફ કરવાની સખત મહેનત પછી, આપણી પાસે એક દેશ છે જે આપણે સાથે મળીને બનાવ્યો છે, જે આપણામાંના દરેકનો છે… આ આપણો દેશ છે. ચાલો તેને સાથે મળીને ઠીક કરીએ.”
ભાષણ પછી મીડિયાના પ્રશ્નોને સંબોધતા, સ્ટાર્મરે પુનરોચ્ચાર કર્યો હતો કે આગળના કઠિન આર્થિક નિર્ણયો £22 બિલિયન “બ્લેક હોલ” પૂરવા માટેના હશે જે 14 વર્ષના ટોરી શાસનના કારણે સર્જાયા છે. અમે ચૂંટણી પહેલાની પરિસ્થિતિ વિશે પ્રમાણિક હતા, અમે ખૂબ જ સ્પષ્ટ રીતે નક્કી કર્યું હતું કે અમે ટેક્સમાં વધારા સાથે શું કરીશું. આવકવેરો, નેશનલ ઇન્સ્યોરંશ અથવા VAT નહિં વધારવાની પ્રતિબદ્ધતા યથાવત્ છે અને જેમના ખભા પહોળા છે તેમણે ભારે બોજ સહન કરવો જોઈએ. સ્વાભાવિક રીતે બજેટ થોડા અઠવાડિયામાં છે અને તેની વિગતો ત્યાં નક્કી કરવામાં આવશે.’’
વચગાળાના વિપક્ષી નેતા ઋષિ સુનકે લેબરની કરવેરા વધારવાની યોજનાઓ પર હુમલો કરતા X પર કહ્યું હતું કે “આજે કેર સ્ટાર્મરનું ભાષણ એ સ્પષ્ટ સંકેત હતું કે લેબર સાથે મળીને તમારા કરમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.’’