દુર્ભાગ્યપૂર્ણ S.S. ટીલાવા જહાંજને ડૂબાડી દેવાની ઘટનાની વિશ્વમાં ત્રીજી સ્મૃતિ સમારોહ તેની 82મી વર્ષગાંઠ પર, શનિવાર 23 નવેમ્બર 2024 ના રોજ સાઉથ આફ્રિકાના ડરબનમાં નોર્વેજીયન હોલમાં યોજવામાં આવશે અને 280 લોકોના જીવ ગુમાવ્યાનું સ્મારક બનાવશે.

વિસરાયેલી દુર્ઘટના સાથે જોડાયેલા ઘણા પરિવારો દક્ષિણ આફ્રિકાના ડરબન બંદરના વિસ્તારમાં મળશે.

ટીલાવા 1942 ના સ્થાપક, એમિલ સોલંકીએ કહ્યું હતું કે “ભારત, યુકે અને દક્ષિણ આફ્રિકા સત્તાવાર રીતે ભૂલી જવાયેલી દુર્ઘટનાને ઓળખે અને અમારા પ્રિયજનોની ખોટ માટે એક ક્ષણનું મૌન હોય તે હંમેશા અમારું સપનું રહ્યું છે. મુંબઈ ખાતે વિશ્વની સૌપ્રથમ સ્મારક સમારોહ યોજાયો હતો જ્યાંથી ટીલાવા જહાંજે બેલાર્ડ પિયરથી અંતિમ સમય માટે પ્રસ્થાન કર્યું હતું. યુકેમાં સેંકડો ભારતીયો આ દુર્ઘટના સાથે જોડાયેલા હતા કેમ કે ટીલાવા એક બ્રિટિશ જહાજ હતું.’’

LEAVE A REPLY