Four Trump supporters convicted of treason in Capitol violence case
FILE PHOTO: REUTERS/Leah Millis/File Photo

નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારથી પોતાની કેબિનેટમાં ઉચ્ચ પદો પર કોને કોને નીમવા તે અંગે વિચારણા ચાલુ કરી દીધી છે. જેમાં જેમી ડેમોન સ્કોટ બેસેન્ટ, સુસી વેલ્સ અને જહોન પૌલસનના નામ મહત્ત્વના પદો માટે વિચારાઈ ગયા છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક તો કાશ પટેલ તરીકે ઓળખા કશ્યપ પટેલની અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સી.આઇ.એના વડા તરીકે કરાનારી નિયુક્તિ છે. તેઓ ટ્રમ્પ વહીવટીતંત્રમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ના નવા ડાયરેક્ટર બનશે તેવી શક્યતા છે.

આ ઉપરાંત બોબી જિંદાલ અને વિવેક રામાસ્વામીને મહત્ત્વના હોદ્દા મળવાની અટકળો ચાલે છે. ગુજરાતી મૂળના કાશ પટેલને ટ્રમ્પના એટલા વિશ્વાસુ અને નજીકના ગણવામાં આવે છે કે ટ્રમ્પ હવે તેમને CIAના વડા બનાવશે તેવી ચર્ચા છે.

વિવેક રામાસ્વામી પ્રેસિડન્ટની ઉમેદવારી માટે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ પછી રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને પસંદ કર્યા હતા. તેમને કેબિનેટમાં બહુ મહત્ત્વનો હોદ્દો મળી શકે છે. બોબી જિંદાલને હેલ્થ અને હ્યુમન સર્વિસ સેક્રેટરી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

કાશ પટેલ રિપબ્લિકન હાઉસના ભૂતપૂર્વ સ્ટાફર છે, વ્યવસાયથી તેઓ વકીલ છે અને ડિફેન્સ તથા ઈન્ટેલિજન્સમાં ઘણો બધો અનુભવ ધરાવે છે. તેમને નેશનલ સિક્યોરિટીની પોસ્ટ માટે સંભવિત ઉમેદવાર ગણવામાં આવે છે. તેઓ ટ્રમ્પના ચુસ્ત વફાદાર છે, પહેલી ટર્મમાં પણ ટ્રમ્પ તેમને એફબીઆઈ અથવા સીઆઈએમાં બહુ મોટી પોઝિશન આપવા માગતા હતા, પરંતુ બીજા અધિકારીઓ આડા ફાટ્યા તેના કારણે ટ્રમ્પ કાશ પટેલને બહુ સારી પોસ્ટ અપાવી શક્યા ન હતાં. હવે તેઓ કદાચ સીઆઈએના ડાયરેક્ટ પણ બની શકે છે. જોકે કાશ પટેલને સીઆઈએના ડાયરેક્ટર બનાવવા માટે યુએસ સેનેટની મંજૂરી લેવી પડ છે જે મુશ્કેલ બની હશે.

બીજી તરફ બોબી જિંદાલ લ્યુઝિયાના સ્ટેટના ભૂતપૂર્વ ગવર્નર છે. તેમને હેલ્થ અને હ્યુમન સર્વિસ સેક્રેટરી તરીકે સારી પોસ્ટ મળી શકે છે. અત્યારે તેઓ સેન્ટર ફોર હેલ્થી અમેરિકના વડા છે અને ટ્રમ્પની જે પોલિસી છે તેની સાથે બહુ સારી રીતે સંકળાયેલા છે.

વિવેક રામાસ્વામી જાણીતા ઉદ્યોગપતિ છે અને બહુ પૈસા બનાવ્યા છે. તેઓ બોલવામાં બહુ ઉસ્તાદ છે અને દલીલો કરવામાં ગમે તેવા લોકોને પછાડી શકે છે. સોશિયલ મીડિયા પર તેમની સ્પીચને ઘણા લોકો જુએ છે અને તેમની વાતોથી અંજાઈ જાય છે. તેમની ઉંમર માત્ર 38 વર્ષ છે. પેન્સિલ્વેનિયામાં એક રેલી વખતે ટ્રમ્પે રામાસ્વામીની સ્માર્ટનેસના વખાણ કર્યા હતાં અને સંકેત આપી દીધો હતો કે તેમને પોતાની કેબિનેટમાં સારી પોસ્ટ આપશે. તેમણે કહ્યું હતું કે રામાસ્વામીને જે કામ આપીશું તે બહુ સારી રીતે કરશે. ટ્રમ્પની જેમ રામાસ્વામી પણ અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવી વાતો પર ભાર મૂકે છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પોલિસી સાથે તેઓ એકદમ મેળ બેસાડે તેવી વ્યક્તિ છે.

LEAVE A REPLY