REUTERS/Joe Skipper/File Photo

સ્પેસએક્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં જૂન મહિનાથી ફસાયેલા ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા માટે શનિવારે એક સ્પેસ મિશન લોન્ચ કર્યું હતું. સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન અવકાશયાન બે અવકાશયાત્રીઓ સાથે લોન્ચ કરાયું હતું. તેમાં બે બેઠકો ખાલ રાખવામાં આવી છે. જેના દ્વારા સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરને અવકાશમાંથી પાછા લવાશે. આ બંને અવકાશયાત્રીને ફેબ્રુઆરીમાં પરત લાવવામાં આવે શક્યતા છે.

ક્રૂ-9 નામના સ્પેક્સએક્સના મિશને નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ કેપ ફ્લોરિડાના કેપ કેનેવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. ફાલ્કન રોકેટે શનિવારે ફ્લોરિડાથી ઉડાન ભરી હતી. જેમાં બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પાછા લાવવા માટે બે ખાલી બેઠકો હતી.ભારે પવન, વરસાદ અને હરિકેન હેલેનને કારણે લોન્ચિંગમાં બે દિવસ વિલંબ થયો હતો. પરંતુ આખરે સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટે ઉડાન ભરી હતી.

ક્રુ ડ્રેગન “ફ્રીડમ”માં કમાન્ડર નિક હેગ અને અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવે યાનની ઓટોમેટિક ઉડાન પર દેખરેખ રાખી હતી. નિક હેગ નાસાના અનુભવી અવકાશયાત્રી છે, જ્યારે એલેક્ઝાંડર ગોર્બુનોવ પ્રથમ વખત સ્પેસમાં જઈ રહ્યાં છે. સામાન્ય રીતે ક્રુ ડેગનને ચાર ક્રુ મેમ્બર સાથે લોન્ચ કરવામાં આવે છે. જોકે ક્રૂ-9ના બે અવકાશયાત્રીને ઓગસ્ટમાં આ મિશનમાંથી દૂર કરાયા હતાં, જેથી સ્ટારલાઇનના કમાન્ડર બેરી બુચ વિલ્મોર અને પાઇલટ સુનીતા વિલિયમ્સને પરત લાવી શકાય. આ ક્રૂડ ડ્રેગન યાન હવે ફેબ્રુઆરીમાં પરત આવવાની ધારણા છે.
સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર બાઇંગના સ્ટારલાઇન અવકાશયાનમા સવાર થઈને જૂનમાં અવકાશમાં ગયા હતા, પરંતુ બોઇંગના યાનમાં ખામી સર્જાતા તેઓ ત્યાં જ ફસાયેલા છે. મૂળ યોજના મુજબ આ બંને અવકાશયાત્રી માત્ર આઠ દિવસ માટે સ્પેસમાં રહેવાના હતાં.

ફાલ્કન રોકેટે ઉડાન ભર્યાના સાડા ચાર મિનિટમાં ક્રુ ડ્રેગન યાન અલગ થયું હતું અને તેને 28 કલાકની સ્પેસ સ્ટેશન માટે સફર ચાલુ કરી હતી. જો યોજના મુજબ મિશન આગળ વધશે તો આ યાન શનિવારે 5.30 કલાકે સ્ટેશન સ્ટેશન પર ડોક થશે.

 

LEAVE A REPLY