નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડના સાઉથપોર્ટમાં ત્રણ બાળાઓની હત્યા કરવા બદલ કિશોર શંકાસ્પદની ઓળખ જાહેર કરવા માટે ગુરુવારે કોર્ટે પ્રતિબંધો હટાવ્યા બાદ પોલીસે લેન્કેશાયરના બેંક્સના 17 વર્ષીય એક્સેલ મુગનવા રુદાકુબાનું શકમંદ હુમલાખોર આરોપી તરીકે નામ જાહેર કર્યું હતું.
સોમવારે સાઉથપોર્ટમાં હુમલા પછી તરત તેની ધરપકડ કરી તેને લિવરપૂલ સિટી મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો. તેના પર હત્યાના ત્રણ ગુનાઓ, તથા હુમલાના 10 કાઉન્ટ્સનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જજ એન્ડ્રુ મેનરીએ 7 ઓગસ્ટે આવતો તેનો 18મો જન્મદિવસ થોડા દિવસો પછી જ આવતો હોવાની રજૂઆતો સાંભળ્યા બાદ આરોપીના નામ પરનો કાનૂની પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. 25 ઓક્ટોબરે આગામી સુનાવણી સુધી તેને યુવાનોની કસ્ટડીમાં રિમાન્ડ આપ્યો હતો.