(ANI Photo/Rahul Singh)

ભારત વિરોધી અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર ચાલુ કરતાં ભાજપે રવિવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે તેવા એક સંગઠન સાથે જોડાણ ધરાવે છે. આ સંગઠન કાશ્મીરને ભારતથી અલગ કરી સ્વતંત્ર દેશ બનાવવાની તરફેણ કરે છે. સોનિયા ગાંધીનું આ જોડાણ ભારતની આંતરિક બાબતોમાં વિદેશી તાકાતોનો પ્રભાવ દર્શાવે છે.

કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટીએ એક્સ પર સંખ્યાબંધ ટ્વીટ કરીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા ભારતમાં અસ્થિરતા લાવવાના પ્રયાસોને સમર્થન આપતું હોવાના ભાજપને દાવાને અમેરિકાએ ફગાવી દીધો હોવા થતાં પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને 10 પ્રશ્નો પૂછશે.
દુબેએ જણાવ્યું હતું કે મીડિયા પોર્ટલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) અને જ્યોર્જ સોરોસે ભારતને અર્થતંત્રને બરબાદ કરવા અને મોદી સરકારને બદનામ કરવા માટે વિપક્ષ સાથે સાંઠગાંઠ કરી છે.

ભાજપે દાવો કર્યો હતો કે ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP)ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા નાણાં પૂરા પાડવામાં આવતી સંસ્થા સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે FDL-AP ફાઉન્ડેશને કાશ્મીર અલગ દેશ બનાવવાની તરફેણ કરે છે. સોનિયા ગાંધીના વડપણ હેઠળના રાજીવ ગાંધી ફાઉન્ડેશને જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી હતી, જે ભારતીય સંસ્થાઓ પર વિદેશી ભંડોળનો પ્રભાવ દર્શાવે છે.

ભાજપે જણાવ્યું હતું કે અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરેલી પ્રેસ કોન્ફરન્સનું OCCRPએ જીવંત પ્રસારણ કર્યું હતું. રાહુલ ગાંધીએ આ સંગઠનની સામગ્રીને આધારે અદાણીની ટીકા કરી રહ્યાં છે. તે તેમના મજબૂત અને ખતરનાક સંબંધો સિવાય બીજું કંઈ જ દર્શાવતા નથી. તે ભારતીય અર્થતંત્રને પાટા પરથી ઉતારવાના તેમના પ્રયાસો પણ દર્શાવે છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે જ્યોર્જ સોરોસને તેમના જૂના મિત્ર તરીકે જાહેરમાં સ્વીકાર્યા છે.

LEAVE A REPLY