PTI Photo)

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુંબઈમાં 23 જૂને તેના એક્ટર બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે સાદા સમારંભમાં રજિસ્ટ્રર્ડ મેરેજ કર્યા હતાં. 37 વર્ષીય સોનાક્ષી અને 35 વર્ષીય ઝહીરે તેમના પરિવારો અને મિત્રોના આશીર્વાદ સાથે “હીરામંડી” સ્ટારના સી-ફેસિંગ બાંદ્રા વેસ્ટ એપાર્ટમેન્ટમાં સિવિલ મેરેજ કર્યા હતાં.

નવદંપતીએ તેમના લગ્નના ફોટોગ્રાફ  સંયુક્ત રીતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં હતા.દંપતીએ તેમના લગ્નની તસવીરો સાથે લખ્યું હતું કે અમારા બંને પરિવારો અને અમારા બંને દેવતાઓના આશીર્વાદથી… અમે હવે પતિ અને પત્ની છીએ.

સોનાક્ષીએ તેની માતા પૂનમ સિંહાની લગ્નની સાડી પહેરી હતી, જ્યારે ઝહીર એમ્બ્રોઇડરીવાળા કુર્તા-પાયજામામાં સજ્જ હતો.સોનાક્ષી અને ઝહીરે સૌપ્રથમ સપ્ટેમ્બર 2022માં રિલીઝ થયેલા ગીત “બ્લોકબસ્ટર”ના મ્યુઝિક વિડિયોમાં સાથે કામ કર્યું હતું. મહિનાઓ પછી તેઓએ કોમેડી ડ્રામા “ડબલ એક્સએલ”માં સહ-અભિનય કર્યો હતો. બંનેએ સાર્વજનિક રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી ન હતી, પરંતુ ઘણીવાર એકસાથે કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓમાં હાજરી આપતા જોવા મળતા હતા.

બાદમાં નવદંપતીએ દાદરની એક ફાઈન-ડાઈનિંગ રેસ્ટોરન્ટમાં મિત્રો અને ઉદ્યોગના સાથીદારો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રિસેપ્શનમાં સંજય લીલા ભણસાલી, બેલા સેગલ, ગુલશન દેવૈયા, રીમા કાગતી, પદ્મિની કોલ્હાપુરે, કુરેશી, સાકિબ સલીમ, સિદ્ધાર્થ કાક, મુદસ્સર અઝીઝ, અનિલ કપૂર, ચંકી પાંડે, આનંદ એલ રાય, કાજોલ સહિત ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. સંજીદા શેખ, રિચા ચઢ્ઢા, અલી ફઝલ, યો યો હની સિંહ, અલી અબ્બાસ ઝફર, રવિના ટંડન, અનીસ બઝમી, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર અને તબ્બુ પણ રિસેપ્શનમાં જોવા મળ્યાં હતા.

અગાઉ એવા અહેવાલો હતા કે સોનાક્ષીના પિતા, દિગ્ગજ સ્ટાર અને TMC સાંસદ શત્રુઘ્ન સિંહા તેમની પુત્રીના લગ્ન વિશે પરિવારને જાણ ન કરવાને કારણે નાખુશ હતાં.

LEAVE A REPLY