બોલીવૂડમાં કેટલાક એવા ફિલ્મકારો છે જેઓ પોતાના ફિલ્મી વ્યવસાયની સાથે સાથે અન્ય બિઝનેસ-સ્પોર્ટસમાં પણ સંકળાયેલા છે. આવા લોકોમાં શાહરુખ ખાન, જુહી ચાવલા, અભિષેક બચ્ચન, સુનિલ શેટ્ટી વગેરેનો સમાવેશ થાય છે. અહીં પણ એવી અભિનેત્રીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે બિઝનેસ જગતમાં પણ આગળ વધી રહી છે. આ અભિનેત્રીઓ પ્રભાવશાળી ઉદ્યોગસાહસિક તરીકે પ્રસ્થાપિત પણ થઈ છે. નવા પ્રકારના સ્ટાર્ટઅપમાં રોકાણ કરવાથી લઇને આઈકોનિક બ્રાન્ડ બનાવવા સુધીના ક્ષેત્રમાં તેઓ સક્રિય છે.
શિલ્પા શેટ્ટી
જાણીતી અને પ્રભાવશાળી અભિનેત્રી તો છે જ અને બિઝનેસવૂમન તરીકે તે સ્ટાર્ટ-અપ ઈકો સીસ્ટમમાં ઘણી ગાઢ રીતે સંકળાયેલી છે. તે સ્કીન-કેર અને વેલનેસ બ્રાન્ડ મામા-અર્થ અને એગ્રી-ટેક સ્ટાર્ટઅપ- કિસાન કનેક્શનમાં એક રોકાણકાર પણ છે. શિલ્પાની પોતાની ફિટનેસ અને હેલ્થ એપ- સિમ્પલ એન્ડ સોલ ફુલ પણ છે, જેને તેણે લોન્ચ કર્યાં હતા અને બેસ્ટિયન નામથી એક સી-ફૂડ રેસ્ટોરાંની પણ તે માલિકી ધરાવે છે, જે બોલીવૂડ સેલિબ્રિટિઝમાં લોકપ્રિય છે. તાજેતરમાં જ તેણે બ્રેસ્ટિયનનો હૈદરાબાદમાં પ્રારંભ કર્યો છે.
મૌની રોય
અભિનેત્રી મૌની રોય ‘બદમાશ’ રેસ્ટોરાંની માલિકી ધરાવે છે, જેમાં મસાલેદરા અધિકૃત ભારતીય ભોજન ઉપલબ્ધ છે. મુંબઈમાં આ રેસ્ટોરાં ટ્રેડિશનલ ઈન્ડિયન ફ્લેવરને કન્ટેમ્પરી ટ્વિસ્ટની સાથે જોડે છે, જે મૌનીના વ્યક્તિત્વને રજૂ કરે છે. અત્યારે મુંબઈમાં બે પ્રીમિયમ લોકેશન્સ પર આ રેસ્ટોરાંના બે આઉટલેટ છે. આ ઉપરાંત બેંગલુરુમાં તેની ચાર બ્રાન્ચ છે.
ક્રિતિ સેનન
ક્રિતિ સેનને પોતાના પ્રોડક્શન હાઉસ ‘બ્લ્યુ બટરફ્લાય ફિલ્મ્સને લૉન્ચ કર્યું છે. તેને સ્કીન-કેર પ્રત્યેના તેના ઝૂનૂનથી સર્જન પામેલું ‘હાઈફિન’ નામની એક સ્ક્રીન કેર બ્રાન્ડની શરૂઆત પણ કરી છે. આ ઉપરાંત તેની પાસે ‘મિસ ટેકન’ નામનો કપડાનો એક બિઝનેસ પણ છે, જે કેઝ્યુઅલ અને સેમીફોર્મલ કપડાની સાથે યુવાનોને આકર્ષે છે. આ ઉપરાંત તે એક ફિટનેસ ટ્રેનિંગ સ્ટુડિયો ‘ધ ટ્રાઈલ’ની પણ માલિક છે.
અનુષ્કા શર્મા
ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ 2017માં પોતાના ક્લોથિંગ બ્રાન્ડ ‘નુશ’ લોન્ચ કરી હતી, જે ઉનાળાની ગરમની ધ્યાનમાં રાખીને કપડા તૈયાર કરે છે. 2013માં તેણે પોતાના ભાઈ કર્ણેશની સાથે ક્લીન સ્લેટ ફિલ્મ્સની સ્થાપના કરી હતી, જેનો ઉદ્દેશ પ્રભાવશાળી વાર્તા કહેવી અને નવી પ્રતિભાઓને મદદ કરવાનો હતો. આ ઉપરાંત તેણે આરોગ્યપ્રદ શાકાહારી બ્રેકફાસ્ટને ઉત્તેજન આપનારા ‘ડીપ્સી’ સ્નેક્સ બ્રાન્ડ સ્લેર્પ ફાર્મમાં પણ રોકાણ કર્યું અને તેનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે પોતાના પતિ વિરાટ કોહલીની સાથે મળીને પ્લાન્ટ બેઝ્ડ મીટ બ્રાન્ડ ‘બ્લ્યુ ટ્રાઈબ ફૂડ્સ’ માં પણ રોકાણ કર્યું છે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી નેઇલ-બ્રાન્ડ ‘સોઝી’ની સહ-સ્થાપક છે, જે પ્રેસ-ઓન નેલ્સની અનેક વેરાઈટી રજૂ કરે છે. આ બ્રાન્ડે એક ડેડિકેટેડ ઈ-કોમર્સ સ્ટોર લોન્ચ કર્યો છે અને તેમનું લક્ષ્યાંક આ બિઝનેસને મોટા શહેરોથી શરૂ કરીને ઓફલાઈન રીટેઇલમાં વિસ્તરણ કરવાનો છે. સોનાક્ષી મહિલાનો સશક્ત બનાવવા માટે સ્ત્રી કર્મચારીઓને કામ પર રાખવાની બાબતને પ્રાથમિકતા આપે છે. આ ઉપરાંત તે અભિનયથી પોતાનું ધ્યાન સંપૂર્ણ બિઝનેસ પર કેન્દ્રીત કરવાનું વિચારે છે.