પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
અમેરિકામાં રહેતો ભારતીય સમુદાયે ઘણા અવરોધો પાર કરીને હવે અમેરિકામાં સૌથી પ્રભાવશાળી ઇમિગ્રન્ટ ગ્રુપોમાં સ્થાન હાંસલ કર્યું છે. ઇન્ડિયન અમેરિકન સમુદાયની સફળતા કહાની અમેરિકન સપનાનો પીછો કરતાં ઇમિગ્રન્ટ્સ અને તેમના બાળકો માટે પ્રેરણારૂપ છે.
“ઇન્ડિયાસ્પોરા ઇમ્પેક્ટ રિપોર્ટ: સ્મોલ કોમ્યુનિટી, બિગ કોન્ટ્રીબ્યુશન્સ” નામના અહેવાલમાં જણાવાયું હતું કે 2023માં અમેરિકામાં ભારતીયોની સંખ્યા આશરે 50 લાખ હતી. અમેરિકાની કુલ વસ્તીના માત્ર 1.5 ટકા હોવા છતાં છતાં તેઓ યુએસ સમાજના વિવિધ પાસાઓ પર ઘણી મોટી અસર કરે છે.
ઈન્ડિયાસ્પોરાના સ્થાપક એમ આર રંગાસ્વામીએ જણાવ્યું હતું કે ઇન્ડિયન અમેરિકન પ્રેરિત ઇનોવેશનના લાભ દેશના તળિયાના લોકો સુધી પહોંચે છે અને તે આર્થિક વૃદ્ધિના આગામી તબક્કાનો પાયો નાંખી રહી છે.
અમેરિકામાં જાહેર સેવા, બિઝનેસ, કલ્ચર અને ઇનોવેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રીય કરીને ઇન્ડિયન ડાયાસ્પોરાએ અસરો જાણવા માટે બોસ્ટન કન્સલ્ટિંગે આ રીપોર્ટ તૈયાર કર્યો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાની આર્થિક અસર પ્રભાવશાળી છે. ભારતીયો મોટી કંપનીઓની સ્થાપનાથી લઇને કરપાયામાં મોટો વધારો કરવા સહિતના ક્ષેત્રોમાં આર્થિક યોગદાન આપી રહ્યાં છે. આ નાણાકીય પ્રભાવ દર્શાવે છે કે ઇન્ડિયન ડાયાસ્પોરા તમામ પડકારોનો સામનો કરી તેમના નવા ઘર માટે અર્થપૂર્ણ યોગદાન આપવા માટે દ્રઢ નિર્ધાર દર્શાવે છે. અમેરિકાની 16 ફોર્ચ્યુન 500 કંપનીઓના સીઈઓ ભારતીય મૂળ છે. તેમાં ગૂગલના સુંદર પિચાઈ અને વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સના રેશ્મા કેવલરામાણીનો સમાવેશ થાય છે. આ સીઇઓ કુલ 27 લાખ અમેરિકનોને રોજગારી આપે છે તથા આશરે એક ટ્રિલિયન ડોલરની આવક ઊભી કરે છે. ભારતીય અમેરિકનો અમેરિકાની દિગ્ગજ કંપનીઓની કમાન સંભાળે છે અને તેમની અસરો બિઝનેસ પૂરતી સીમિત નથી.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન અમેરિકન્સ સ્ટાર્ટઅપ વિશ્વમાં પણ નોંધપાત્ર હાજરી ધરાવે છે. અમેરિકાના 648 યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ મૂલ્યના સ્ટાર્ટ-અપ) માંથી 72ની સહ-સ્થાપના ભારતીય મૂળના વ્યક્તિઓએ કરી છે. કેમ્બ્રિજ મોબાઈલ ટેલિમેટિક્સ એન્ડ સોલ્યુજેન જેવી કંપનીઓ 55,000થી વધુ લોકોને રોજગારી આપે છે અને તેનું મૂલ્ય 195 બિલિયન ડોલર છે. આ ઉપરાંત અમેરિકાની કુલમાંથી 60 ટકા હોટેલની માલિકી ઇન્ડિયન અમેરિકનોની છે.
અમેરિકાની ટેક્સની કુલ આવકમાં પણ નોંધપાત્ર યોગદાન હોવાનો ઉલ્લેખ કરીને અહેવાલમાં જણાવાયું છે કે કુલ વસ્તીના માત્ર 1.5 ટકા હોવા છતાં તેઓ સરકારની ઇનકમ ટેક્સની કુલ આવકમાં 5થી 6 ટકા હિસ્સો આપે છે. આમ ઇન્ડિયન અમેરિકનો 250થી 300 બિલિયનનો ટેક્સ ભરે છે. તેમનો બિઝનેસથી અમેરિકામાં પરોક્ષ રીતે 1.1થી 1.2 કરોડ રોજગારીનું સર્જન થાય છે.
અમેરિકાની ટેક્સની કુલ આવકમાં પણ નોંધપાત્ર યોગદાન હોવાનો ઉલ્લેખ કરીને અહેવાલમાં જણાવાયું છે કે કુલ વસ્તીના માત્ર 1.5 ટકા હોવા છતાં તેઓ સરકારની ઇનકમ ટેક્સની કુલ આવકમાં 5થી 6 ટકા હિસ્સો આપે છે. આમ ઇન્ડિયન અમેરિકનો 250થી 300 બિલિયનનો ટેક્સ ભરે છે. તેમનો બિઝનેસથી અમેરિકામાં પરોક્ષ રીતે 1.1થી 1.2 કરોડ રોજગારીનું સર્જન થાય છે.
યુએસમાં સંશોધન, ઇનોવેશન અને શિક્ષણ ક્ષેત્રમાં ઇન્ડિયન ડાયાસ્પોરાના યોગદાન અંગે અહેવાલમાં જણાવાયું છે કે 1975 અને 2019ની વચ્ચે યુએસની કુલ પેટન્ટમાં ભારતીય મૂળના ઇનોવેટર્સનો હિસ્સો બે ટકાથી વધી 10 ટકા થયો હતો. 2023માં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થની કુલમાંથી 11 ટકા ગ્રાન્ટ ભારતીય મૂળના લોકોએ મેળવી હતી અને 13 ટકા સાયન્ટિફિક પબ્લિકેશનમાં હિસ્સો આપ્યો હતો. ઉદાહરણ તરીકે નવીન વરદરાજનને લો, ઉદાહરણ તરીકે, ઇમ્યુનોથેરાપીના પ્રણેતા ગણાતા નવીન વરદરાજને કેન્સરના દર્દી માટે નવી આશાનો જન્મ આપ્યો છે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ડિરેક્ટર સુબ્રા સુરેશની બાયોમેડિકલ ઉપકરણોની પેટન્ટે વૈશ્વિક સ્તરે હેલ્થકેરમાં ક્રાંતિ આણી છે. આમાં જાણીતા નામોમાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રથમ મહિલા પ્રેસિડન્ટ ડૉ નીલી બેન્ડાપુડી, સ્ટેનફોર્ડની ડોઅર સ્કૂલ ઓફ સસ્ટેનેબિલિટીના પ્રથમ ડીન અરુણ મજમુદારનો સમાવેશ થાય છે.
ઈન્ડિયાસ્પોરાએ જણાવ્યું હતું કે ભારતીય-અમેરિકનોએ રાંધણકળા, વેલનેસ, તહેવારો, ફિલ્મ અને ફેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. રાંધણકળા વિશ્વમાં મિશેલિન સ્ટારનું બિરુદ ધરાવતા શેફ વિકાસ ખન્ના અને પ્રખ્યાત શેફ મનીત ચૌહાણ જેવી હસ્તીઓ ભારતીય સ્વાદોને અમેરિકામાં મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે. ન્યૂયોર્કમાં અડ્ડા, ધમાકા અને સેમ્મા સહિતની રોની મઝુમદારની રેસ્ટોરા ચેઇન ઓથોન્ટિક અને ઇનોવેટિવ ભારતીય વાનગીનું પ્રદર્શન કરે છે.
ભારતીય મૂળ સાથેની વેલનેસ પ્રેક્ટિસ અમેરિકાની સંસ્કૃતિનો મોટો ટ્રેન્ડ બની છે. અમેરિકાની વેલનેસ પ્રેક્ટિસમાં યોગ અને આયુર્વેદ એક મહત્ત્વનો હિસ્સો બન્યો છે. 2023 સુધીમાં લગભગ 10 ટકા અમેરિકનો યોગની પ્રેક્ટિસ કરતા હતા. દેશભરમાં આશરે 36,000 યોગ સ્ટુડિયો હતા.
સાહિત્યમાં, ઝુમ્પા લાહિરી અને અબ્રાહમ વર્ગીસ જેવા લેખકોએ ભારતીય-અમેરિકન અનુભવના તેમના સંશોધનોથી ઊંડી અસર કરી છે. સેનેટર્સ, હાઉસ રિપ્રેન્ઝન્ટેટિવ અને મેયર્સ જેવી ચૂંટણીમાં પણ ભારતીયની હિસ્સેદારી વધી છે. 2013માં ફેડરલ એડમિનિસ્ટ્રેશનમાં 60 જાણીતા હોદ્દા પર ભારતીયો હતો, જે સંખ્યા વધીને 2023માં 150 થઈ છે. અમેરિકાની પ્રથમ મહિલાવાઇસ પ્રેસિડેન્ટ બનીને કમલા હેરિસે ઇતિહાસ રચ્યો છે.

LEAVE A REPLY