. REUTERS/Nathan Howard

અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીમાં છ ભારતીય અમેરિકનોએ જીત મેળવી હતી અને વર્તમાન કોંગ્રેસમાં ભારતીય મૂળના સભ્યોની સંખ્યા પાંચથી વધીને છ થઈ છે.

ભારતીય-અમેરિકન વકીલ સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયા અને સમગ્ર ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા પ્રથમ ઇન્ડિયન અમેરિકન બનીને ઇતિહાસ રચ્યો હતો. સુબ્રમણ્યને રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા હતાં. તેઓ હાલમાં વર્જીનિયા સ્ટેટ સેનેટર છે.

એવી સંભાવના છે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતીય અમેરિકનોની સંખ્યા વધીને સાત થઈ શકે છે કારણ કે એરિઝોનાના ફર્સ્ટ કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ડૉ. અમીશ શાહ તેમના રિપબ્લિકન હોદ્દેદાર સામે પાતળી માર્જિનથી આગળ હતાં.

સુબ્રમણ્યમે અગાઉ પ્રેસિડન્ટ બરાક ઓબામાના વ્હાઇટ હાઉસ સલાહકાર તરીકે સેવા આપી હતી, તેઓ હિન્દુ છે અને દેશભરમાં ભારતીય અમેરિકનોમાં લોકપ્રિય છે. તેઓ કોંગ્રેસની ‘સમોસા કોકસ’માં જોડાયા છે. આ કોકસમાં હાલમાં પાંચ ભારતીય અમેરિકનોનો સમાવેશ થાય છે. તેમાં અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને શ્રી થાનેદાર છે. તમામ પાંચ હાલના ભારતીય અમેરિકન સભ્યો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ફરીથી ચૂંટાયા હતા.
શ્રી થાનેદાર મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી સતત બીજી મુદત માટે ફરીથી ચૂંટાયા હતા. તેમણે 2023માં પ્રથમ વખત જીત મેળવી હતી.રાજા કૃષ્ણમૂર્તિએ સતત પાંચમી મુદત માટે ઇલિનોઇસના સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ જીત્યા હતાં.

કેલિફોર્નિયાના સત્તરમા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરનાર રો ખન્ના અને વોશિંગ્ટન સ્ટેટના સાતમા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતાં કોંગ્રેસવુમેન પ્રમિલા જયપાલે પણ ફરી ચુંટાયા હતા. વ્યવસાયે ચિકિત્સક, ડૉ. અમી બેરા 2013થી કેલિફોર્નિયાના છઠ્ઠા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા સૌથી વરિષ્ઠ ભારતીય અમેરિકન કોંગ્રેસમેન છે. તેઓ સતત સાતમી મુદત માટે ફરીથી ચૂંટાયા હતા.

 

LEAVE A REPLY