પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જ્યોર્જિયા બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સ (GBI)ના કમર્શિયલ ગેમ્બલિંગ યુનિટે, એફિંગ્હામ કાઉન્ટી શેરિફ ઓફિસે 12 ડિસેમ્બરે સંયુક્ત કાર્યવાહી રીને ગેમિંગ કાયદાના ઉલ્લંઘન બદલ સમગ્ર એફિન્ગહામ કાઉન્ટીમાંથી છ ગુજરાતી સહિત કેટલાંક લોકોની ધરપકડ કરી હતી.

એફિંગહામ કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર આ તમામ આરોપીઓની ગેમિંગ મશીન ઓપરેટ કરવાના નિયમોનો ભંગ કરવા બદલ ધરપકડ કરાઈ હતી. આરોપીઓમાં 29 વર્ષીય દીપ પટેલ, 36 વર્ષના હેમલ ઉર્ફે હેરી પટેલ, 43 વર્ષના હિરલબેન પટેલ, 59 વર્ષના મિનેષ પટેલ, 62 વર્ષના પુષ્પકુમાર પટેલ અને 60 વર્ષના રાજેશ પટેલનો સમાવેશ થાય છે.

જ્યોર્જિયાના ગેમ્બલિંગ કાયદા અનુસાર કોઈન ઓપરેટેડ અમ્યુઝમેન્ટ મશીન્સમાં ઈનામ જીતનારા વ્યક્તિને કેશમાં ચૂકવણી કરી શકાતી, પરંતુ આ ચુકવણી કેશમાં થતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર દીપ પટેલ પર ગેમિંગ મશીનમાં જીતાયેલી રકમને ટોબેકો પ્રોડક્ટમાં રિડીમ કરી આપવાનો, હેમલ ઉર્ફે હેરી પટેલ પર જીતાયેલી રકમને કેશમાં રિડીમ કરવાનો, હિરલબેન પટેલ પર તેને ટોબેકો પ્રોડક્ટમાં રિડીમ કરવાના ત્રણથી લઈને એક ચાર્જ લગાવવામાં આવ્યા છે.આ સિવાય રાજેશ પટેલ અને પુષ્પકુમાર પટેલ પર જીતાયેલી રકમના બદલામાં ટોબેકો પ્રોડક્ટ્સ જ્યારે મિનેશ પટેલ પર કેશ આપવાનો ચાર્જ લાગ્યો છે. આ તમામ આરોપી સામે જે ચાર્જ લગાવાયા છે તે સામાન્ય ગુના છે જેમાં આર્થિક દંડ અથવા તો અમુક દિવસોની જેલ થઈ શકે છે.

 

 

LEAVE A REPLY