હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે સ્થાનિક ગ્રુમિંગ ગેંગ્સની પૂછપરછની શ્રેણી અને બળાત્કાર ગેંગમાં ત્રણ મહિનાના નેશનલ ઓડિટની જાહેરાત કર્યા બાદ નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સ યુકેએ હોમ સેક્રેટરીને ગ્રુમિંગ ગેંગની તપાસનો વિસ્તાર કરવા હાકલ કરી છે અને દાવો કર્યો છે કે કેટલાક ગુનેગારો દ્વારા બિન-મુસ્લિમ છોકરીઓને વાજબી રમત માની ખાસ લક્ષ બનાવવામાં આવે છે.

અગ્રણી શીખ ગૃપ NSOએ કૂપરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “આ ભયંકર ગુનાઓમાં ફાળો આપતા પરિબળો તરીકે જાતિ અને ધર્મની તપાસ કરવા માટે સમીક્ષાને મંજૂરી આપવી જોઇએ. પીડિતો બાબતે મોટાભાગનું ધ્યાન યોગ્ય રીતે સંવેદનશીલ એવા શ્વેત કામદાર વર્ગના સમુદાયોના લોકો પર રહ્યું છે, પરંતુ અમે જાહેર કરવા માંગીએ છીએ કે બ્રિટિશ સમાજ પરના આ કાળા ડાઘે લાંબા સમયથી શીખ અને હિન્દુ સમુદાયને પણ અસર કરી છે. આ પત્રનો હેતુ વ્યાપક મુસ્લિમ સમુદાયને કલંકિત કરવાનો નથી.’’

પત્રમાં NSO એ અગાઉ શીખ છોકરીઓને ગ્રૂમ કરી દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના દાખલા આપી 2013માં મુસ્લિમ પુરુષોના જૂથને મળ્યા પછી એક શીખ કિશોરીનો લેસ્ટરમાં કાર, પાર્ક અને ગેસ્ટ રૂમમાં સેક્સ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. તે ઉપરાંત BBC ની તપાસમાં જાતીય શોષણનો ભોગ બનેલા ડઝનેક અન્ય યુવાન શીખ પીડિતોના પુરાવા મળ્યા હોવાનું અને થોડા કેસ કોર્ટમાં ગયા હોવાનું કહ્યું હતું.

પત્રમાં કહેવાયું હતું કે ‘’દશકોથી, અમારા સમુદાય અને હિન્દુ સમુદાયની છોકરીઓને નિશાન બનાવવામાં આવે છે. સન્માન અને શરમના મુદ્દાઓને કારણે ઘણા કેસ કોર્ટમાં પહોંચતા નથી. શ્વેત છોકરીઓ બિન-મુસ્લિમ હોવાથી તેમની સામે જાતીય ગુનાઓ કરવા બાબતે ગુનેગારોએ કુરાનનો ઉલ્લેખ કર્યો હતો અને દુર્વ્યવહારને યોગ્ય ઠેરવ્યો હતો. આમ આ ગુનાઓ માટે માત્ર સાંસ્કૃતિક પ્રેરણા જ નહીં, પરંતુ ધાર્મિક અને વંશીય પ્રેરકો પણ જવાબદાર છે તે તરફ પણ ઈશારો કર્યો હતો. જ્યાં સુધી આપણે આ સ્વીકાર્ય અસ્વસ્થ પરિબળ વિશે પ્રમાણિક ન હોઈએ, ત્યાં સુધી આપણે એવા કેસોને સંબોધવામાં આગળ વધીશું નહીં, જેમાં આપણા બધા સમુદાયોની સંવેદનશીલ છોકરીઓને વંશીય અને ધાર્મિક રીતે પ્રેરિત નિશાન બનાવવામાં આવે છે.”

કૂપરે બ્લેકસ્ટોકના બેરોનેસ કેસીને ગેંગ-આધારિત શોષણના વ્યાપ અને પ્રકૃતિ તેમજ તેના “સાંસ્કૃતિક અને સામાજિક ડ્રાઇવરોનું ઝડપી” મૂલ્યાંકન કરવા માટે નિયુક્ત કર્યા છે.

ટેક બિલીયોનેર ઇલોન મસ્ક દ્વારા ઓનલાઈન ટિપ્પણી કરાઇ હતી કે મુખ્યત્વે પાકિસ્તાની પુરુષો દ્વારા યુવાન શ્વેત છોકરીઓના વ્યાપક દુર્વ્યવહાર કરાઇ રહ્યો છે. એક દાયકા કરતાં વધુ સમય પહેલાં ધ ટાઇમ્સ દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે શ્રેણીબદ્ધ સમીક્ષાઓ અને કાર્યવાહી કરવામાં આવી હતી.

શીખ નેટવર્કનો હસ્તક્ષેપ વિવાદાસ્પદ બનવાની શક્યતા છે. ખાસ કરીને કેટલાક મુસ્લિમ જૂથો કહે છે કે આ મુદ્દાને તેમના સમુદાય સામે હથિયાર બનાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY