1980ના દાયકામાં પોતાની સ્થિતિનો લાભ ઉઠાવીને હિચિન, હર્ટફર્ડશાયરમાં પૂજા સ્થાન અને તેમના ઘરોમાં ‘આક્રમણ’ કરીને આઠથી ચૌદ વર્ષની વયની ત્રણ છોકરીઓનું જાતીય શોષણ કરવાના આરોપસર હાલમાં 71 વર્ષના શીખ ગ્રંથી માખન સિંહ મૌજીને 24 વર્ષથી વધુ સમય માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
કેમ્બ્રિજ ક્રાઉન કોર્ટને કહેવાયું હતું કે મૌજી એક પ્રવાસી ગ્રંથી હતા, એક ઔપચારિક વાચક હતા જેઓ ગુરુદ્વારામાં જતા હતા અને શીખ ધર્મના પવિત્ર પુસ્તક ગુરુ ગ્રંથ સાહિબનું વાંચન કરતા હતા. આ ગુના જુલાઈ 1983થી ઓગસ્ટ 1987 વચ્ચે થયા હતા.
ફરિયાદીઓએ જણાવ્યું કે કેવી રીતે નોર્થમ્પટનના મૌજીએ ગુરુદ્વારા અને તેમના ઘરોમાં તેમના જીવન પર આક્રમણ કરવા માટે આધ્યાત્મિક નેતા તરીકેની તેમની ભૂમિકાનો દુરુપયોગ કર્યો હતો. તે છોકરીઓને તેની જાતીય ભૂખ માટે લક્ષ્ય તરીકે જોતો હતો.
નોર્થમ્પ્ટન, બેડફોર્ડ અને મિલ્ટન કીન્સના ગુરુદ્વારા સાથે પણ સંબંધ ધરાવતા મૌજી પર 2023માં આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે શરૂઆતમાં અશ્લીલ હુમલાના 11 આરોપો, બળાત્કારના પ્રયાસનો એક આરોપ અને બાળક સાથે ઘોર અશિષ્ટતાના બે આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ તેની પ્લીને ટ્રાયલમાં ચાર દિવસ બદલી કાઢી હતી.
મૌજીને સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર જારી કરી તેને આજીવન સેક્સ ઓફેન્ડર લીસ્ટમાં મૂકવામાં આવ્યો હતો.
હિચિન શીખ સમુદાયના એક પ્રતિનિધિએ આ સજા માટે જજની પ્રશંસા કરી હતી.