(ANI Photo)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઝિમ્બાબ્વે સામેની આગામી ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે (24 જુન) કરી હતી. ટીમના સુકાનીપદે યુવાન અને પ્રમાણમાં ઓછા અનુભવી શુભમન ગિલની પસંદગી કરાઈ હતી.
આ ઉપરાંત, ટીમમાં કેટલાક નવોદિતોની પણ પસંદગી કરાઈ છે, કારણ કે સુકાની રોહિત શર્મા સહિત મોટા ભાગના સિનિયર ખેલાડીઓ આ પ્રવાસમાં જવાના નથી. રોહિત ઉપરાંત વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ વગેરેને આરામ અપાયો છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેમાં 6 થી 14 જુન સુધીમાં પાંચ ટી-20 મેચ રમશે. તમામ મેચ હરારેમાં, ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકે રમાશે.
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, ધ્રુવ જુરેલ, સંજુ સેમસન જેવા કેટલાક અગાઉ રમી ચૂકેલા ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે, તો ખાસ કરીને ફાસ્ટ બોલર્સમાં કોઈ નિવડેલું નામ સામેલ નથી.
ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રીંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રીયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.

LEAVE A REPLY