પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એડલગીવ હુરુન ઈન્ડિયાની 2024ની ભારતના સૌથી મોટા દાનવીરોની યાદીમાં ₹2,153 કરોડના દાન સાથે આઇટી કંપની HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદર અને પરિવારે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. તેમને મુખ્યત્વે શિક્ષણના ક્ષેત્રમાં દાન આપ્યું હતું. નાદર પરિવાર દરરોજ રૂ.5 કરોડથી વધુ દાન આપ્યું હતું.

ભારતના ટોચના પાંચ દાતાઓમાં તેમના પછી મુકેશ અંબાણી એન્ડ ફેમિલી, બજાજ પરિવાર, કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી અને ગૌતમ અદાણી એન્ડ ફેમિલીનોનો સમાવેશ થાય છે. આ ટોચના પરોપકારીઓએ આ વર્ષે ભારતમાં કુલ યોગદાનમાં આશરે 53 ટકા એટલે આશરે ₹4,625 કરોડનું યોગદાન આપ્યું છે.

હુરુન રિસર્ચ દ્વારા સંકલિત કરાયેલ અહેવાલ મુજબ ચાલુ વર્ષે 18 પરોપકારીઓએ પ્રત્યેકે ₹100 કરોડથી વધુનું દાન આપ્યું હતું. આ સંખ્યા 2018માં માત્ર બે હતી. તેમાંથી ઝેરોધાના 38 વર્ષીય નિખિલ કામથ ₹100 કરોડથી વધુના દાન આપનારા સૌથી યુવાન દાનવીર છે ₹154 કરોડનું યોગદાન આપતી રોહિણી નિલેકણી આ યાદીમાં સૌથી ઉદાર મહિલા તરીકે ઊભરી આવ્યાં હતા.

આ યાદીમાં રિલાયન્સના વડા મુકેશ અંબાણી રૂ.407 કરોડ સાથે બીજા સ્થાને રહ્યાં હતા અને અદાણી જૂથના ગૌતમ અદાણી રૂ.330 કરોડ સાથે પાંચમા સ્થાને રહ્યાં હતાં. 2019થી ₹50 કરોડથી વધુનું દાન આપનારા પરોપકારીઓની સંખ્યામાં 125 ટકાનો વધારો થયો છે, જ્યારે ₹20 કરોડથી વધુનું દાન આપનારાઓની સંખ્યામાં સમાન સમયગાળા દરમિયાન 128 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY