ભારતના જાણીતા ક્રિકેટર શિખર ધવને 24 ઓગસ્ટે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 38 વર્ષીય ધવને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીમાં રમી હતી. આ પછી તે કમબેક માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
ધવને જણાવ્યું હતું કે હું મારી ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું ત્યારે મને સંતોષ છે કે મેં મારા દેશ માટે ઘણું રમ્યું છે. મને આ તક આપવા બદલ હું BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) અને DDCA (દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન)નો અને મારા તમામ ચાહકોનો પ્રેમ અને સમર્થન માટે ખરેખર આભારી છું.
તેને 167 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 44.11ની એવરેજ અને 91.35ના સ્ટ્રાઈક રેટથી 6793 રન બનાવ્યા, જેમાં સાત સદી અને પાંચ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેણે 68 T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી અને 11 અર્ધશતક સાથે 27.92ની સરેરાશ અને 126.36ની સ્ટ્રાઈક રેટથી 1759 રન બનાવ્યા હતા. 34 ટેસ્ટ મેચોમાં ધવને 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે.
ધવન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ જેવા યુવા ઓપનરોના આગમનથી તેનું કમબેક મુશ્કેલ બની ગયું હતું