(ANI Photo)

જાણીતા દિગ્દર્શક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની જોડીએ સફળ ફિલ્મો આપેલી છે. 2009માં ‘કમીને’ અને 2014માં ‘હૈદર’ પછી તેમણે સાથે કામ કર્યું નથી. ‘હૈદર’ને કમર્શિયલ સક્સેસ ઉપરાંત બેસ્ટ મ્યૂઝિક, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ કોશચ્યુમ ડિઝાઈન, બેસ્ટ પ્લેક બેક સિંગર, બેસ્ટ કોરિયોગ્રાફી જેવી કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ પણ મળ્યા હતા. શાહિદ અને વિશાલની આ જોડીને એક દસકા પછી ફરી સાથે લાવવામાં નિર્માતા સાજિદ નડિયાદવાલાને સફળતા મળી છે.

ડાયરેક્ટર-એક્ટરની મદદથી એક્શન-થ્રિલર ફિલ્મ બનાવવાનો સાજિદનું આયોજન છે. વિશાલ ભારદ્વાજે ઈમોશનલ અને મ્યૂઝિકલ ફિલ્મો બનાવી છે, પરંતુ પ્રથમવાર તેઓ એક્શન થ્રિલર પર નસીબ અજમાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાજિદ નડિયાદવાલા અને વિશાલ ભારદ્વાજે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે શાહિદને સાઈન કરી લીધા છે. વિશાલની પ્રથમ એક્શન ફિલ્મને મોટા બજેટ સાથે બનાવવામાં આવશે. આ ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ તેના માટે છ મોંઘા એક્શન સેટ બનાવવાનું આયોજન થઈ ગયું છે.

શાહિદ કપૂરે એક્શન-થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારથી જ તેમનું સાથે કામ કરવાનું નક્કી થઈ ગયું હતું. શાહિદ કપૂર અને સપ્ટેમ્બરથી જ શૂટિંગ શરૂ કરવાનું વિચારે છે. ફિલ્મનું શૂટિંગ ભારત અને અમેરિકામાં કરવામાં આવશે. ફિલ્મના નામ ઉપરાંત હજુ મુખ્ય અભિનેત્રી પણ ફાઈનલ નથી. પ્રેગનન્સીના કારણે દીપિકા પદુકોણ થોડા મહિના નવી ફિલ્મ લઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં કિયારા, આલિયા, ક્રિતિ, કેટરિના જેવી કોઈ એ-ગ્રેડ અભિનેત્રીની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. આ માટે સાજિદ-વિશાલે વાતચીત શરૂ કરી છે.

LEAVE A REPLY