કોરોના વેક્સીન માટે વિશ્વભરમાં પ્રખ્યાત બનેલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમની કંપની મંકીપોક્સની વેક્સિન વિકસાવી રહી છે અને તેમને એક વર્ષમાં પોઝિટિવ રિઝલ્ટ મળવાની આશા છે. નવી રસીનો ઉદ્દેશ મંકીપોક્સ દ્વારા ઉભા થતા જોખમોને દૂર કરવાનો છે
અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યા બાદ લાખો લોકોને મદદ કરવા માટે અમે એક વેક્સીન વિકસિત કરી રહ્યા છીએ. એક વર્ષની અંદર અમે આ વેક્સીન બનાવીશું, તેવી આશા છે.
ભારત સરકારે 19 ઓગસ્ટે મંકીપોક્સના વધી રહેલા કેસોની વચ્ચે દેશના તમામ પોર્ટ અને એરપોર્ટની સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ જાહેર કર્યુ હતું. કેન્દ્રના આરોગ્ય વિભાગના અધિકારીઓએ બહારથી આવનાર મુસાફરોમાં મંકીપોક્સના લક્ષણને લઈને સાવધાન રહેવા કહ્યું છે. હાલ, ભારતમાં હજુ મંકીપોક્સથી કોઈ ચેપગ્રસ્ત નથી. ભારતમાં મંકીપોક્સનો છેલ્લો કેસ માર્ચ-2024માં નોંધાયો હતો.