પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના વલસાડ જિલ્લામાં 19 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા ‘સિરિયલ કિલર’એ જૂનમાં રાજ્યના ડભોઈ ખાતે છઠ્ઠી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

હરિયાણાના રોહતકના વતની રાહુલ જાટની 14 નવેમ્બરે વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી 19 વર્ષની મહિલા કોલેજ સ્ટુડન્ટનો મૃતદેહ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન, જાટે ભૂતકાળમાં ચાર હત્યાઓ કર્યાની કબૂલાત કરી હતી. તેને હવે છઠ્ઠી હત્યાની કબૂલાત કરી હતી. 8 જૂન, 2024ના રોજ વડોદરાના પ્રતાપનગરથી મુસાફરી દરમિયાન, જાટની મિત્રતા ફયાઝ અહેમદ શેખ સાથે થઈ હતી.તેઓ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નીચે ઉતર્યા હતા. જાટ કથિત રીતે તેને એકાંત વિસ્તારમાં લઈ ગયો હતો અને લોખંડની સાંકળનો ઉપયોગ કરીને તેનું ગળું દબાવી દીધું હતું તથા મોબાઈલ ફોન અને પૈસા લઇને ભાગી ગયો હતો.

ધરપકડના એક દિવસ પહેલા જ જાટે તેલંગાણાના સિકંદરાબાદ પાસે એક મહિલાને કથિત રીતે લૂંટી લીધી હતી અને ટ્રેનમાં તેની હત્યા કરી હતી.ઓક્ટોબરમાં તેને મહારાષ્ટ્રના સોલાપુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનમાં એક મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. તેણે પશ્ચિમ બંગાળના હાવડા રેલ્વે સ્ટેશન પાસે કટિહાર એક્સપ્રેસમાં એક વૃદ્ધની પણ છરી મારી હત્યા કરી હતી.કર્ણાટકના મુલ્કી નજીક એક ટ્રેન પેસેન્જરની હત્યામાં પણ જાટ સંડોવેલો હતો.

જાટ છેલ્લા એક વર્ષમાં ચારથી પાંચ વખત સુરત, વલસાડ અને વાપીની મુલાકાતે ગયો હતો અને તે જ્યાં નોકરી કરતો હતો તે હોટલમાંથી પગાર લેવા વલસાડ આવ્યો હતો.

LEAVE A REPLY