ખાલીસ્તાની ભાગલાવાદી નેતા અને શીખ ફોર જસ્ટિસના ત્રાસવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે પંજાબ ભારતનો ભાગ નથી અને તેમણે પંજાબમાં ત્રિરંગો ફરકાવવો જોઈએ નહીં. ભારતના તિરંગાના નેતૃત્વમાં શીખોનો નરસંહાર થયો હતો અને આજે પણ પંજાબના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. પંજાબના લોકોને ઉશ્કેરનાર ત્રાસવાદી પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, 15 ઓગસ્ટ એ શીખ ધર્મ અને પંજાબનો સ્વતંત્રતા દિવસ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન માન જલંધરમાં ત્રિરંગો ફરકાવાના છે. પન્નુએ ખુલ્લેઆમ કહ્યું હતું કે ભગવંત માનને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવતા અટકાવવામાં આવશે. જે કોઈ તેમને અટકાવશે તેને શીખ ફોર જસ્ટિસ રૂ. એક કરોડ આપશે.

LEAVE A REPLY