અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને વતનમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. આજે વધુ 119 પ્રવાસી ભારતીયોને લઈને એક વિમાન અમૃતસરના ગુરૂ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચશે, તેમ અધિકારીઓએ જણાવ્યું છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, આ વિમાન રાત્રે 10ઃ05 કલાકે ઉતરશે. જેમાં 67 પંજાબના છે. જ્યારે હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તરપ્રદેશના 3, મહારાષ્ટ્રના 2, ગોવાના 2, રાજસ્થાનના 2 અને હિમાચલપ્રદેશ-જમ્મુ કાશ્મીરના એક-એક વ્યક્તિ સામેલ છે. આ એવો લોકો જેમણે મેક્સિકો અને અન્ય માર્ગોથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેમણે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યા પછી તરત જ પોતાનો પાસપોર્ટ ફાડી નાખ્યો હોવાનું પણ કહેવાય છે. અગાઉ 5 ફેબ્રુઆરીએ 133 પ્રવાસીઓનો પ્રથમ જથ્થો અમેરિકાથી ડીપોર્ટ કરાયો હતો. જોકે બીજા તબક્કામાં ભારતીયોને હાથકડી પહેરાવાયા છે કે તે અંગે કોઇ
માહિતી નથી.

LEAVE A REPLY