કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ પહેલી ઓક્ટોબરે વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઈન્સાઈડર ટ્રેડિંગ માટે ઉદ્યોગપતિ વેણુગોપાલ ધૂત અને અન્ય બે એકમોને લગભગ રૂ.1.03 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી હતી. રેગ્યુલેટરે વેણુગોપાલ ધૂતને ચેતવણી આપી છે કે જો તેઓ 15 દિવસની અંદર ચુકવણી કરવામાં નિષ્ફળ રહેશે તો તેમના બેંક ખાતા અને સંપત્તિ જપ્ત કરાશે અને તેમની ધરપકડ કરાશે.
ધૂત ઉપરાંત ઇલેક્ટ્રોપાર્ટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ અને વીડિયોકોન રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સામે પણ કાર્યવાહી કરાઈ છે. સપ્ટેમ્બર 2021માં સેબીએ વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝની સિક્યોરિટીઝમાં ઇનસાઇડર ટ્રેડિંગ માટે ઉદ્યોગપતિ ધૂતને કુલ રૂ.75 લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઇન્સાઇડર ટ્રેડિંગનો કેસ 2017નો છે. વીડિયોકોનના શેરમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2017 દરમિયાન તપાસ કરાઈ હતી.