FILE- SEBI CHAIRPERSON MADHABI PURI BUCH

સેબીના અધ્યક્ષ માધબી પુરી બુચ ગુરુવારે સંસદની જાહેર હિસાબ સમિતિ (PAC)ની બેઠકમાં હાજર રહ્યાં હતાં. તેનાથી સમિતિના વડા કે સી વેણુગોપાલને બેઠક મુલતવી રાખી હતી. સમિતિના વડાના આ નિર્ણયનો એનડીએ સભ્યોએ સ્પીકર સમક્ષ વિરોધ કર્યો હતો અને વેણુગોપાલ પર એકપક્ષીય નિર્ણયો લેવાનો આક્ષેપ કર્યો હતો.

વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે સમિતિને સવારે 9.30 વાગ્યે બુચ તરફથી સંદેશો મળ્યો હતો કે તે અને તેની ટીમ “આકસ્મિક” કારણોસર સમિતિ સમક્ષ હાજર થઈ શકશે નહીં. એક મહિલાની વિનંતીને ધ્યાનમાં રાખીને અમે આજની મીટિંગ બીજા દિવસ માટે મુલતવી રાખવાનું વધુ યોગ્ય માન્યું હતું. બેઠક શરૂ થયા પછી તરત શાસક ગઠબંધન અને ઇન્ડિયા બ્લોકના સાંસદો વચ્ચેના તીવ્ર દલીલબાજી થઈ હતી અને થોડી મિનિટમાં વેણુગોપાલ અને ઇન્ડિયા બ્લોકના સભ્યો બેઠકમાંથી નીકળી ગયાં હતાં.

એક વિપક્ષી સભ્યે આક્ષેપ કર્યો હતો કે બુચે બેઠક શરૂ થવાના બે કલાકથી ઓછા સમયમાં તેમના નિર્ણય વિશે સમિતિને જાણ કરી હતી, તેથી તે સંસદીય પેનલના તિરસ્કાર સમાન છે. ભાજપના સભ્યોએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વેણુગોપાલ પર આક્ષેપ કર્યો હતો કે તેમના વિચારો રજૂ કરવા દેવામાં આવ્યાં ન હતાં. વેણુગોપાલ પર જાતે જ નિર્ણયો લેવાનો આક્ષેપ કરતાં શાસક પક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે બુચ અને બીજી નિયમનકારી સંસ્થાઓને સમન્સ કરવાનો વેણુગોપાલનો નિર્ણય તેમના પોતાનો અને પક્ષપાતી હતો.

પીએસીના સભ્ય અને ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું હતું કે વેણુગોપાલનનો નિર્ણય ‘સુઓ મોટો’ હતો. તમે કેવી રીતે નિર્ણય લીધો? પીએસીનું કામ કેગના અહેવાલોને ધ્યાનમાં લેવાનું છે. અમારી પાસે વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી આ માહિતી છે કે કેગે સેબીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આ સમગ્ર વર્તન બિનસંસદીય છે. અધ્યક્ષની વર્તણૂક યોગ્ય નથી. તેમને બેઠક સ્થગિત કરીને અમને બોલવાની મંજૂરી આપી નહીં.

LEAVE A REPLY