ગુજરાતમાં કચ્છ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો દોર ચાલુ થયો છે. કચ્છમાં તાપમાન વધીને 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે અમદાવમાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.6 ડિગ્રી વધુ છે.
ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હીટવેવની વોર્નિંગ જારી કરી હતી અને આગામી થોડામાં કેટલાંક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની ચેતવણી આપી હતી.
ગુજરાતમાં, રવિવાર અને સોમવારે કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરાયો હતો. IMDની આગાહી મુજબ. રાજકોટ અને મોરબી આ બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ હેઠળ છે. શનિવારે અમદાવાદમાં કાળઝાળ ગરમી ચાલુ રહી, તાપમાન 42°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી વધારે છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 23°C ની આસપાસ રહ્યું હતું. રવિવારે તાપમાન આ રેન્જમાં રહ્યું હતું.
આગાહીમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-43 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની સંભાવના છે. આગાહીમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉચ્ચ ગરમી અને ઉચ્ચ ભેજનો પણ સંકેત આપવામાં આવ્યો છે.
રવિવાર અને સોમવારે પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. મંગળવાર સુધીમાં, કચ્છ ફરીથી ઓરેન્જ એલર્ટ પર રહેશે, જ્યારે યલો એલર્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીને આવરી લેશે.
